આરોગ્યની સલામતી સાથે આયુર્વેદિક અને હર્બલ રંગોથી મોરબીમાં ધૂળેટી રમવા લોકો સજ્જ
ધૂળેટીની અસર: મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસની ધોંસ યથાવત
SHARE
ધૂળેટીની અસર: મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસની ધોંસ યથાવત
મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર ધોંસ બોલાવવામાં આવી રહી છે અને દારૂની ભઠ્ઠીઓ ઉપર સતત રેડ કરવામાં આવી રહી છે ત્યારે વધુ ૧૨ જેટલી ભઠ્ઠીઓ અને દારૂના ધંધાર્થીઓ સામે પોલીસે લાલ આંખ કરી છે જો કે, હાલમાં જે રીતે કામ કરવામાં આવી રહ્યું છે તેવી કામગીરી આડા દિવસોમાં કેમ કરવામાં આવતી નથી તે સૌથી મોટો સવાલ છે
હળવદ તાલુકાના દીઘડિયા ગામની સીમમાં મહાકાળી મંદિરની પાસે દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતાં દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૫૦ લીટર આથો તેમજ ૧૧ લિટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ અને દારૂ બનાવવા માટે વપરાતો આથો તેમજ અન્ય સાધન સામગ્રી મળીને ૭૭૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ દારૂની ભઠ્ઠી જેસાભાઈ બાદરભાઈ કોળી રહે. દીઘડિયા વાળાની હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
હળવદ તાલુકાના ગોલાસણથી ડેમ તરફ જવાના રસ્તા ઉપર દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૦૦૦ લીટર દેશીદારૂનો આથો મળી આવ્યો હતો જો કે આરોપી ત્યાં હાજર ન હોય અને આ માલ વિક્રમભાઈ ચંદુભાઇ સુરેલા જાતે કોળી રહે. ગોલાસણ વાળાનો હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરાઇ છે
ટંકારા તાલુકાના ખાખરા ગામ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા સ્થળ ઉપરથી ૫ લીટર દેશીદારૂ તેમજ દારૂ બનાવવા માટે વપરાતો ૨૦૦ લીટર આથો અને અન્ય મુદામાલ આમ કુલ મળીને ૯૦૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા પોલીસે તેને કબજે કરીને આ દેશી દારૂની ભઠ્ઠી પ્રફુલભાઈ ચનાભાઈ અઘારીયા રહે. ખાખરા વાળાની હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે
માળિયા-મિયાણાના કોળીવાસમાં રહેતા ઇકબાલભાઈ વલીમામદભાઈ ભટ્ટીના રહેણાંક મકાન પાસે બાવળની ઝાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને ૩૦૦ લિટર દેશી દારૂ બનાવવા માટેનો આથો અને આઠ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સ્થળ ઉપર હાજર મળી ન આવતાં તેને પકડવા માટે તેને પોલીસે તપાસ શરૂ કરી છે
માળિયા-મિયાણાના વાધરવા ગામે રહેતા રઘુવીરસિંહ દજુભા જાડેજાની ગામાં પાસે આવેલ ખરાબાની જગ્યામાં બાવળની કાંટમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતાં સ્થળ ઉપરથી સાડા ત્રણસો લીટર દેશીદારૂ બનાવવા માટે વપરાતો આથો તેમજ સ્થળ ઉપરથી ૮ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો અને અન્ય સાધન સામગ્રી મળીને ૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પોલીસે રઘુવીરસિંહ જાડેજાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં કાળીધાર તરીકે ઓળખાતા વિસ્તારમાં આરોપીના કબજા ભોગવટા વાળી જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યારે રેડ કરતા ૭૦૦ લીટર દેશીદારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો તેમજ અન્ય સાધન સામગ્રી અને તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો માટે પોલીસે ૧૬૬૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને મદનભાઇ પ્રેમજીભાઇ વીંજવાડીયા રહે. માટેલ વાળાની ધરપકડ કરવા માટે તજવીજ શરૂ કરી છે
મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં મંગલમ સોસાયટી વિસ્તારની બાજુમાં રહેણાંક મકાન પાસે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરતા છ લિટર દેશી દારૂ અને ૮૫ લિટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો મળી આવ્યો હતો જેથી પોલીસે ૨૯૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને મહેશભાઈ મનુભાઈ પીપળીયા (ઉંમર ૫૦) રહે. ઈનદીરાનગર મંગલમ વિસ્તારવાળાની ધરપકડ કરે છે
મોરબી શહેરના માધાપર શેરી નંબર-૧૯ માં રહેતા કાંતિલાલ ઉર્ફે મિથુન દેવરાજભાઈ ડાભી (ઉંમર ૫૦) ના રહેણાક મકાન પાસે દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરતાં ૧૦૦ લીટર દેશીદારૂ બનાવવા માટેનો આથો તેમજ દારૂ બનાવવા માટેની અન્ય સાધન સામગ્રી મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૫૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબીના વજેપર શેરી નંબર-૨૪ માં રહેતા કાળીબેન વેલજીભાઈ ચૌહાણના ઘરમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે દારૂની રેડ કરતાં ઘરમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૫૦ લીટર આથો મળી આવ્યો હતો અને અન્ય સાધન સામગ્રી મળી આવેલ હોય ૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે અને કાળીબેન ચૌહાણ નામની મહિલા બુટલેગરની ધરપકડ કરેલ છે
મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે ભરતી શાક માર્કેટની પાછળના ભાગમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે ૩૧૦ લિટર દેશી દારૂના જથ્થા સાથે અકબરભાઈ ઈસાભાઈ નોતીયાર (ઉમર ૪૦) રહે. મંદીના સોસાયટી મોરબી મૂળ રહે. માળીયામીયાણા વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૬૨૦૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે તેની ધરપકડ કરી હતી
મોરબીના જેતપર ગામ પાસે સરકારી દવાખાનાની પાછળના ભાગમાંથી પોલીસે ૧૫૦ લીટર દેશીદારૂ તેમજ બાઈક સાથે હાલમાં વાસુદેવભાઈ ઉર્ફે ડાયો પ્રેમજીભાઈ બજાણીયા અને તેના પત્ની હંસાબેન વાસુદેવભાઈ બજાણીયા મળી આવ્યા હતા માટે પોલીસે તે બન્નેની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી બાઇક અને દારૂ મળીને ૨૮,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આ બંને પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે હરિલાલ સુંદરજીભાઈ હમીરપરા રહે, જેતપર વાળાને આપવા માટે જતા હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તપાસ શરૂ કરી છે
મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા વિષ્ણુભાઈ ચતુરભાઈ બજાણીયાના મકાનમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા ઘરમાંથી કુલ મળીને ૨૬૦ લિટર દેશી દારૂ બનાવવા માટે વપરાતો આથો અને ૧૫ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો તેમજ અન્ય સાધન સામગ્રીને પોલીસે કુલ રૂપિયા ૨૨૪૦ મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે ઘરમાંથી લાલજીભાઈ ધીરુભાઈ સારલા (ઉંમર ૩૫) રહે નવા જાંબુડીયા વાળો મળી આવતા તેની ધરપકડ કરવામાં આવે છે અને ઘરધણી વિષ્ણુભાઈ ચતુરભાઈ બજાણીયા હાજર મળી આવેલ ન હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









