મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના નટરાજ ફાટક પાસે બાઈક ચોરવાની કોશિશ કરી ભાગતા ઇસમે લોકોએ પકડીને પોલીસ હવાલે કર્યો !


SHARE







મોરબીના નટરાજ ફાટક પાસે બાઈક ચોરવાની કોશિશ કરી ભાગતા ઇસમે લોકોએ પકડીને પોલીસ હવાલે કર્યો !

મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકની પાસે આવેલ બાપુના બાવલા પાસેના શોપીંગ સેન્ટર પાસે પાનના ગલ્લા નજીક પાર્ક કરેલી બાઈકનો લોક તોડીને બાઇક ઉપાડી જવાની ફિરાકમાં રહેલા ઇસમને લોકોએ પકડી પાડીને પોલીસ હવાલે કર્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના સામાકાઠે નટરાજ ફાટક પાસે બાપુના બાવલા નજીક આવેલ બ્રિજ પાનની પાસે પાર્ક કરેલ બાઇકને અજાણ્યો શખ્સ ઉપાડીને લઈ જતો હોય બાજુમાં રહેલ પોપટ પાનના ગલ્લાવાળાને ધ્યાનમાં આવતાં તેણે તે બાઇકના માલિક એવા પોતાના જ શોપિંગ સેન્ટરમાં ઉપરના માળે દુકાન ધરાવતા પિયુષભાઈ મહેતાને જાણ કરી હતી અને પિયુષભાઇ સહિતના લોકોએ બાઇક લઇને ભાગી રહેલા પ્રહલાદ પીતાંબર કણજારીયા નામના ઈસમને પકડી લીધો હતો અને બાદમાં પોલીસને જાણ કરી હતી.બાઇક ચોરીને ભાગવાની ફિરાકમાં રહેલા ઇસમે બાઇકના લોકના વાયર તોડ્યા છતાં પણ વાહનમાં હેન્ડલ લોક હોય ખુલ્યુ ન હોય બાજુમાં રહેલ લોક વાળાને ત્યાં લોકો ખોલાવવા માટે બાઇકને લઇ જવાતો હતો તે દરમિયાનમાં જ પાનવાળા વ્યક્તિનું ધ્યાન જતા તેને બાઇકના માલિકને જાણ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો અને લોકોએ શંકાસ્પદ ઇમસને પકડીને ત્યાં બેસાડી દીધો હતો અને પોલીસને જાણ કરી હતી.આમ દુકાનદારની સતર્કતાને લીધે બાઈક ચોરી થતી અટકી હતી અને બાઈક ચોરવા આવેલા ઇસમને લોકોએ પોલીસ હવાલે કર્યો હતો.જો કે આ અંગે ચોરીની કોસીસ બાબતે કોઇ પોલીસ ફરીયાદ છેકે કે કેમ તે હાલ સામે આવેલ નથી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વીસીપરામા આવેલ રોહીદાસપરામાં રહેતો વિનોદ ભીમજીભાઇ બડધા નામનો ૩૧ વર્ષીય યુવાન રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી બાઈકમાં જતો હતો તે દરમિયાનમાં તેનું બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત વિનોદભાઈને સારવારમાં ખસેડાયો હતો.જ્યારે ધાંગધ્રા તાલુકાના જીવા ગામે બાઇકમાં બેસીને જઇ રહેલા જશુબેન વાલાભાઈ કિહલા (ઉમર ૫૪) રહે.સતાપર તા.વાંકાનેર બાઈકના પાછળના ભાગેથી નિચે પડી જતાં ઇજાઓ થવાથી તેણીને સારવાર માટે મોરબી લવાયા હતા.

વૃદ્ધ સારવારમા

મોરબીની ગૌતમ સોસાયટીમાં રહેતા દામજીભાઇ ભગવાનજીભાઇ ભોરણીયા (ઉમર ૭૨) નામના વૃદ્ધ સ્વામિનારાયણ મંદિર પાસેથી બાઈકમાં જતા હતા ત્યારે બે બાઇક સામસામે અથડાતાં ઈજાગ્રસ્ત દામજીભાઈને સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીની નાની વાવડી ગામે ખોડિયાર સોસાયટીમાં રહેતા કિશોરભાઈ ભગવાનજીભાઈ લાંઘણોજા નામના ૬૪ વર્ષીય વૃદ્ધ દલવાડી સર્કલ પાસેથી બાઈકમાં જતા હતા તે સમયે થયેલ વાહન અકસ્માતમાં પડી જતાં ઇજાઓ થવાથી તેમને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.






Latest News