મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ દિવ્યાંગ દિવસ અને વિશ્વ  ચકલી દિવસ નિમિતે સ્પર્ધાનું આયોજન


SHARE









મોરબીમાં વિશ્વ દિવ્યાંગ દિવસ અને વિશ્વ  ચકલી દિવસ નિમિતે સ્પર્ધાનું આયોજન

ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારાં આગામી તા.૧૯ નાં રોજ વિશ્વ દિવ્યાંગ દિવસનાં અનુસંધાને ઘર બેઠાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયેલ છે.આ વક્તૃત્વ સ્પર્ધાનો વિષય છે "દિવ્યાંગતા શ્રાપ  નથી" આ સ્પર્ધામાં ઘરે બેઠાં વિડીયો બનાવીને ભાગ લઇ શકાશે.આપનાં વિચારનો વિડીઓ બનાવીને છેલ્લી તા.૧૮-૩ ના રાત્રીના નવ વાગ્યા સુધીમાં મોબાઈલ નંબર 98249 12230, 87801 27202  કે 97279 86386 પૈકી કોઇએક નંબર ઉપર મોકલી આપવો.તેમજ તા.૨૦-૩ એટલે કે વિશ્વ  ચકલી દિવસના અનુસંધાને પણ સ્પર્ધા યોજીવાની છે.જેમા ઘર બેઠાં ચકલીનો માળો બનાવીએ અને ચકલીઓને બચાવવા હું શું કરી શકું ? તે અંગે આપના વિચારનો વિડીયો બનાવી સ્પર્ધામાં ભાગ લેવા જણાવાયેલ છે.ચકલીઓનો માળો બનાવીએ અને ચકલીને બચાવવા હું શું કરી શકું ? એ સ્પર્ધામાં આપનાં વિચારનો વિડીયો બનાવીને ચકલીનાં માળા બનાવીએ, ચકલીઓને અગાસી કે બાલ્કની કે ફળીયામાં પાણીનાં કુંડા  થોડો ખોરાક (ચણ) બાજરો ચોખાની કણકી, રોટલીનાં નાનાં ટુકડાઓ કે ભાત વગેરે મુકીએ અને નાનપણથી જ બાળકોને કુદરત પ્રત્યે લગાવ કરીએ.આપનો વિડીઓ તા.૨૦ ના રાતના નવ યુધીમાં ઉપર પૈકીના કોઇ એક નંબર ઉપર મોકલી આપવા યાદીમાં જણાવાયેલ છે




Latest News