મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીના આલાપ પાર્કમાં આચાર્ય આર્ય નરશેજીનો સતસંગ યોજાયો


SHARE







મોરબીના આલાપ પાર્કમાં આચાર્ય આર્ય નરશેજીનો સતસંગ યોજાયો.

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના અનુયાયી અને વૈદિક સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે જેમને M.Teach. Central Govt ની નોકરી છોડી કશ્મીરથી કન્યાકુમારી, કચ્છથી કટક સુધી તેમજ વિદેશોમાં પણ વ્યાખ્યાન આપ્યા છે,જેમને આઠ ભાષાઓમાં ૫૦ જેટલા પુસ્તકોનું લેખન અને સંપાદન કરેલ છે, વિદ્યાર્થીઓમાં નૈતિક શિક્ષણ, યુવાનોમાં દેશધર્મની ભાવના, માતા-પિતામાં આદર્શ ગૃહસ્થી અને પંચ મહાયજ્ઞ તેમજ સંસ્કારી સંતાન પ્રાપ્તિ, નેતાઓમાં નૈતિકતા, વૃદ્ધમાં ત્યાગ ભાવના જાગ્રત થાય એવા તમામ વિષયો પર પ્રવચન કર્યા છે,શિબિરો કરી છે, એમના જીવનકાર્યથી પ્રેરણા લઈ અનેક પરિવારોએ પ્રેરણા પ્રાપ્ત કરેલ છે આચાર્ય આર્ય નરેશજી ઉદગીથને સમાજ સેવા, પીડિતોની સેવસ માટે કુદરતી આફતો જેવી કે લાતુરનો ભૂકંપ હોય કે કચ્છ ગુજરાતનો ભૂકંપ હોય, ઓરિસ્સામાં આવેલ તુફાનમાં આચાર્યે લોકોને ખૂબજ મદદ કરી છે,એવા આચાર્ય આર્ય નરેશજીએ આલાપ પાર્કમાં રાત્રે વૈદિક સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ વિશે, ક્રાંતિકારીઓ વિશે વાતો કરી એકતાની તાકાત, શક્તિ વિશે વાતો કરી, ઋષિ સંસ્કૃતિ મુજબના ખાનપાન, રહેણીકરણી, વસ્ત્ર પરિધાન વગેરે વિશે તત્વજ્ઞાન રજૂ કર્યું હતું તેમજ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના વિચારો રજૂ કર્યા હતા, ખુબજ બહોળી સંખ્યામાં આલપવાસીઓએ સતસંગનો લાભ લીધો હતો, વ્યાખ્યાન માળાને સફળ બનાવવા અરવિંદભાઈ વામજા પ્રમુખ આલાપ પાર્ક, જીતુભાઈ રૂપાલા કારોબારી સભ્ય અને આર્યવીરે ખુબજ જહેમત ઉઠાવી હતી,આભરદર્શન મહેશભાઈ ભોરણીયાએ કર્યું હતું.સમગ્ર વ્યાખ્યાન માળાનું સુચારુ સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.






Latest News