મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

ટંકારાના જીવાપર નજીકથી ત્રણ બોટલ દારૂ સાથે બે શખ્સ ઝડપાયા


SHARE





ટંકારાના જીવાપર નજીકથી ત્રણ બોટલ દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

 ટંકારા તાલુકાના જીવાપરથી વાલાસણ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી બાઇક લઇને પસાર થતા બે યુવાનોને રોકીને પોલીસ દ્વારા તલાશી લેવામાં આવતા તેઓની પાસેથી ત્રણ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને બાઇક મળીને ૧૧૧૨૫ ના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે અને દારૂ ક્યાંથી આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં જીવાપરથી વાલાસણ ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપર મેલડી માતાજીના મંદિર પાસેથી બાઇક લઇને બે શખ્સો પસાર થતા હતા ત્યારે તેમને રોકીને પોલીસે તેઓની પાસેથી દારૂની ૩ બોટલ કબજે કરી હતી અને પોલીસે તેઓની પાસેથી ૧૧૨૫ રૂપિયાની કિંમતનો દારૂ અને દસ હજાર રૂપિયા રળીને ૧૧,૧૨૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે હાલમાં પોલીસે ટંકારા અમરાપર ગામે રહેતા પરેશભાઈ વશરામભાઈ દેગામા (૨૩) અને જૂના હડમતિયા રોડ ઉપર દેવીપુજક વાસમાં રહેતા રવિ વિનોદભાઈ મકવાણા (૨૨)ની ધરપકડ કરીને તેની પાસે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ શરૂ કરે છે

આવી જ રીતે ટંકારા તાલુકાના અમરાપર થી જીવાપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતા બાઇકને રોકીને પોલીસે બે શખ્સોની તલાસી લેતાં તેઓની પાસેથી ૧૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને ૨૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ૨૫ હજાર રૂપિયાની કિંમતનું બાઇક એમ કુલ મળીને ૨૫૨૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં ટંકારાના સરદારનગર વિસ્તારમાં રહેતા ઇમરાન હનીફ વિકીયાણી (૧૯) અને ટંકારાના મોરબીનાકા પાસે રહેતા સાગર રઘુભાઈ કુંઢીયા (૨૦)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News