“મોરબી ટુડે” ભારતની નંબર વન ન્યૂઝ એપ્લિકેશન “ડૈલી હંટ” ઉપર પણ વાંચવા મળશે
મોરબી : નવયુગ સંકુલમાં કોરોના વેકસીનેશન અભિયાન માટે મિટિંગનું આયોજન
SHARE
મોરબી : નવયુગ સંકુલમાં કોરોના વેકસીનેશન અભિયાન માટે મિટિંગનું આયોજન
મોરબી રાજકોટ હાઇવે ઉપર વીરપર પાસે બા ની વાડી પાછલા આવેલ નવયુગ કોલેજ (નવયુગ સંકુલ) ખાતે કોરોના વેકસીનેશન અભિયાન માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ અને ડાયરેક્ટર હાજર રહેવાના છે ત્યારે તારીખ ૭/૭ ના રોજ રાખવામા આવેલી આ મિટિંગમાં મોરબી શહેર અને જીલ્લાની તમામ કોલેજોના આચાર્યઓને હાજર રહેવા અનુરોધ કર્યો છે
ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજયમાં ઝડપી વેકસીનેશન થાય અને રાજયમાં દરેક નાગરીક વેકસીન લે તે માટે સમગ્ર રાજયમાં રાજય સરકાર દ્વારા વેકસીનેશનની વ્યવસ્થા કરવામાં આવેલ છે આ ઉપલક્ષ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને તેના પરિવારજનો કોરોનાની આ મહામારીમાં રક્ષણ મેળવે તે માટે કોરોના વેકસીનેશન અભિયાન કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ શરુ કરવામાં આવેલ છે. આ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન મોરબી શહેર અને જીલ્લાની કોલેજોમાં વેકસીનેશન અભિયાનના સંદર્ભમાં એક મીટીંગનું આયોજન કરવામાં અવાયું છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી, આઈ.કયુ.એ.સી.ના ડાયરેક્ટર ડો. ગીરીશભાઈ ભીમાણી ઉપસ્થિત રહેવાના છે આ મિટિંગ મોરબી રાજકોટ હાઇવે ઉપર વીરપર પાસે બા ની વાડી પાછલા આવેલ નવયુગ કોલેજ (નવયુગ સંકુલ) ખાતે તારીખ ૭/૭ ના રોજ રાખવામા આવી છે અને મોરબી શહેર અને જીલ્લાની તમામ કોલેજોના આચાર્યઓને આ મીટીંગમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.