મોરબીના નવા જાંબુડિયા પાસે કારખાનામાં પતરાના શેડ ઉપરથી નીચે પટકાતાં મજૂરનું મોત
SHARE
મોરબીના નવા જાંબુડિયા પાસે કારખાનામાં પતરાના શેડ ઉપરથી નીચે પટકાતાં મજૂરનું મોત
મોરબીના નવા જાંબુડિયા ગામ પાસે આવેલ કારખાનામાં મજુર યુવાન શેડ ઉપર ચડી પતરાનું કામ કરતો હતો ત્યારે મજુર યુવાન નીચે પટકાયો હતો જેથી તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો અને ત્યાંથી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો દરમિયાન સારવારમાં યુવાનનું મોત નિપજ્યું હતું માટે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી હતી
બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના નવા જાંબુડિયા ગામ પાસે આવેલ નિલકો-૨ બાથ કારખાનાની અંદર ત્રાજપરમાં રહેતા જગમાલભાઇ લક્ષ્મણભાઈ કુંવરીયા (૩૭) શેડ ઉપર ચડીને કામ કરતા હતા ત્યારે તે ઉપર કામ કરતી વખતે નીચે પટકાયા હતા જેથી કરીને તેઓને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી માટે તેઓને મોરબીની મધુરમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમની તબિયત વધુ ખરાબ થતા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ ગયા હતા જોકે સારવાર દરમિયાન જગમાલભાઇનું મોત નિપજ્યુ હતુ જેથી કરીને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”