ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ
Breaking news
Morbi Today

મોરબીના વાધરવા પાસે કારનું ટાયર ફાટતા પાંચને ઇજા, ત્રણને રાજકોટ ખસેડાયા


SHARE







મોરબીના વાધરવા પાસે કારનું ટાયર ફાટતા પાંચને ઇજા, ત્રણને રાજકોટ ખસેડાયા

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા વાધરવા ગામના પાટિયા પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં અલ્ટો કારનું ટાયર ફાટતા કાર ડિવાઇડર કૂદીને સામેના રોડ ઉપરથી આવતા આઇશરની સાથે અથડાતાં કારમાં બેઠેલા પાંચ પૈકી ત્રણને ગંભીર ઈજાઓ થતાં રાજકોટ લઇ જવાયા છે અને બે ને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાધરવા ગામના પાટિયા પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં અલ્ટો કારમાં જતાં ભુજના રહેવાસી પાંચ લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા.અલ્ટો કારનું ટાયર ફાટવાથી કાર ડિવાઈડર કુદીને સામેના રોડ ઉપરથી આવી રહેલ આઈસરની સાથે અથડાઈ હતી જે બનાવમાં ભુજના રહેવાસી પાંચ પૈકીના હરદેવસિંહ રાણા (૪૫), અરૂણાબા હરદેવસિંહ (૪૫) અને કોકિલાબા (૪૫) ને ઇજાઓ થઇ હોય તેઓને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ત્રણેયને રાજકોટ લઇ જવાયા છે.જ્યારે અન્ય બે લોકોને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે.ઇજાગ્રસ્તો ભુજના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે હાલ એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ કરી હતી.

બે બાઇક સામસામે અથડાતાં આધેડને ઈજા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પુજારા મોબાઈલ પાસે બે બાઇક સામસામે અથડાયા હતા જે બનાવમાં કારખાનેથી પરત ઘર તરફ જઈ રહેલા રફિકભાઈ અલારખાભાઈ મીર (ઉમર ૫૪) રહે.વજેપર શેરી નંબર-૧૧ નામના આધેડને ઇજાઓ થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે ટંકારા તાલુકાના ખોડાપીપર ગામે નદી નજીક બાઇક સ્લીપ થઇ જતાં પડધરી નજીકના ખાખરાબેલા ગામના વતની મનોજસિંહ રણજિતસિંહ જાડેજા નામના ૪૮ વર્ષીય યુવાનને ઇજાઓ પહોંચતા તેને પણ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો.

અજાણી દવા પી લેતા વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના બાદનપર ગામના રહેવાસી કરસનભાઈ વાલજીભાઈ પરમાર નામના ૭૦ વર્ષીય વૃદ્ધે કોઈ અજાણી દવા પી લીધી હતી જેથી કરીને તેઓને અસર થવાથી અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા ત્યાંથી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં હાલ તાલુકા પોલીસ મથકના એન.જે.ખડીયાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News