મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ધો. ૧૦ અને ૧૨ ના ૨૦,૫૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે તૈયાર


SHARE







મોરબી જીલ્લામાં ધો. ૧૦ અને ૧૨ ના ૨૦,૫૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે તૈયાર

ગાંધીનગર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી સોમવારથી શરૂ થવાની છે ત્યારે ધોરણ ૧૦, અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહના નિયમિત, રીપીટર, પૃથ્થક, ખાનગી ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે જેમાં મોરબી જીલ્લામાં ધો. ૧૦ અને ૧૨ માં કુલ મળીને ૨૦,૫૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે તૈયાર છે

આ પરીક્ષામાં જે ઉમેદવારો ઉપસ્થિત રહેનાર છે તેઓને પોતાના બેઠક નંબર તથા શાળાની ચકાસણી પરીક્ષા ચાલુ થયાના આગળના દિવસે કરવાની રહેતી હોય છે.પરંતુ આ વખતે તા.૨૭-૩ રવિવારના રોજ વન સંરક્ષક પરીક્ષા (વર્ગ-૩) નું આયોજન મોરબી જિલ્લાના કેન્દ્રો ખાતે કરવામાં આવેલ છે.જેથી ધોરણ ૧૦, અને ધોરણ ૧૨ ના પરીક્ષાર્થીઓએ પોતાના બેઠક નંબર તથા શાળાની ચકાસણી કરવા તા.૨૭-૩ રવિવારના બપોરે ૪ થી ૬ સુધીમાં કરવાની રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, જીલ્લામાં ધો. ૧૦ ના ૧૨,૮૪૪ વિદ્યાર્થીઓ માટે ૪૭ બિલ્ડીંગમાં ૪૬૮ બ્લોકમાં બેઠક વ્યવસ્થા રાખવામા આવી છે તો ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૬૨૨૭ વિદ્યાર્થીઓ માટે ૨૦ બિલ્ડીંગમાં ૨૧૯ બ્લોકમાં બેઠક વ્યવસ્થા અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧૪૯૯ વિદ્યાર્થીઓ માટે ૮ બિલ્ડીંગમાં ૧૦૦ બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે

નામ નોધણી કેમ્પ યોજાશે

સાંસદ આર્દશ ગ્રામયોજના અન્વયે નામ નોધણી કેમ્પ અને  સેમીનારનું આયોજન જિલ્લા  રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા આત્મીય કોમ્પુટર, રવાપર રોડ ખાતે તા.૨૯/૦૩ ના રોજ બપોરે 0૩:00 કલાકે આયોજન કરવામાં આવેલ છે. ઉમેદવારોને રોજગારલક્ષી સેવા, કારકિર્દી માર્ગદર્શન મળી રહે તે માટે નોધણી કરવામાં આવશે જે નોધાયેલ ઉમેદવારોને રોજગાર કચેરી દ્વારા યોગ્ય માર્ગદર્શન થી ઉજવળ કારકિર્દી  બનાવી શકાય એ હેતુથી નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ અંગે વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ- રૂમ નં. ૨૧૪ થી ૨૧૬, સો-ઓરડી વિસ્તાર, મોરબી. વધુ માહિતી માટે રોજગાર સેતુ હેલ્પલાઇન નં. ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા તેમ જિલ્લા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું છે.






Latest News