મોરબી એલ.ઇ. ક્રિકેટ ગ્રાઉન્ડની તાત્કાલિક સફાઈ કરાવતા ચેરમેન ગિરિરાજસિંહ ઝાલા
ટંકારાની દ્વારકાધીશ સોસાયટીમાં ભુગર્ભ ગટર લાઇનના કામનું ખાતમુહુર્ત કરાયું
SHARE









ટંકારાની દ્વારકાધીશ સોસાયટીમાં ભુગર્ભ ગટર લાઇનના કામનું ખાતમુહુર્ત કરાયું
ટંકારાની દ્વારકાધીશ સોસાયટીમાં ભુગર્ભ ગટર લાઇનનું ખાતમુહુર્ત ગટર અને પાણી સમિતિ ગ્રામ પંચાયત ટંકારાના ચેરમેન દામજીભાઈ ઘેટીયા, ઉપસરપંચ શ્રીમતી નિર્મળાબેન હેમંતભાઈ ચાવડા, સામાજીક ન્યાય સમિતિના સદસ્ય સોનલબહેન બારૈયા, ગીતાબહેન ચૌહાણ, સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડા, બાબુભાઈ, અમરસીભાઈની હાજરીમાં કરવામાં આવ્યું હતું ત્યારે બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ વર્ષોથી વિકાસ ઝંખતા આ પછાત વિસ્તારે નવનિયુકત સરપંચની ટીમના વિકાસનાં કામોને વધાવ્યાં હતાં. વધુમાં "વાંક" વિસ્તારમાં ૧૦૦ થી ૧૫૦ જેટલાં અનુસુચિત જાતી અને અન્ય પછાતવર્ગના રહેતાં પરિવારો દ્વારા નવનિયુકત સરપંચ સત્વરે પુરતું પીવાનું પાણી અને રોડ રસ્તાની કામગીરી હાથ ધરે એવી ઉપસરપંચ શ્રીમતી નિર્મળાબેન ચાવડા અને સદસ્ય દામજીભાઈ ઘેટિયાને રજુઆત કરી હતી.
