મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો


SHARE







મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોરબીના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ૧૩૦ થી વધારે ખેડૂત મિત્રો તેમાં હાજર રહ્યા હતા

ત્યારે જીએસએફસીના ચીફ માર્કેટિંગ મેનેજર જી.કે. પટેલ ખાસ ઉપસ્થિત રહી ખેડૂતોને જી.એન.એફ.સી. દ્વારા ઉત્પાદિત લીમડાયુક્ત દવા તેમજ લીંબોળીના ખોળની અગત્યતા અને કાર્ય પધ્ધતિ સમજાવી હતી. આ કેન્દ્રના વડા ડૉ.જીવાણીએ વિજ્ઞાન કેન્દ્રના કાર્ય વિશે સમજણ આપી હતી. ડી.એ સરડવા વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબીએ જમીનમાં સેન્દ્રીય કાર્બનનુ મહત્વ એટલે કે જમીનની ફળદ્રુપતા કઈ રીતે વધારી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રાકૃતિક ખેતી સંયોજક દાજીબાપુ માથક ગામેથી ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતીના મૂળભૂત અંગ જેવા કે જીવામૃત અને બીજામૃત કઈ રીતે બનાવી ખેતીના પાકમાં ઉપયોગ કરી શકાય તે અંગે પોતાના જાત અનુભવ વિશે માહિતી આપી હતી. તો ભરતભાઈ પરસાણા (રાજકોટ) એ દૂધ ગોળના પ્રયોગ વિષે સમજણ આપી હતી. આ પ્રસંગે વડાલ (જુનાગઢ)ના પ્રગતિશીલ ખેડૂત હેમલભાઈ મહેતા તેમજ હિતેશભાઈ દોમણીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમા આચ્છાદન અને મિશ્ર પદ્ધતિ કઇ રીતે અપનાવી શકાય તે અંગે પોતાના જાત અનુભવોનું વર્ણન કર્યું હતું.

જીએસએફસીના એરીયા મેનેજર વી.એમ.વઘાસીયા દ્વારા પ્રાકૃતિક ખેતી ઉત્પાદનનાં વેચાણ વ્યવસ્થા માળખાકીય વ્યવસ્થા ઊભી કરવા આ અંગે સમજણ આપી હતી. આ કાર્યક્રમની આભારવિધિ એમ.કે.સનારીયા એરિયા મેનેજર દ્વારા કરવામાં આવેલ હતી અને કાર્યક્રમ સફળ બનાવવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી અને જીએનએફસી મોરબીના અન્ય અધિકારી-કર્મચારીએ જહેમત ઉઠાવી હતો 






Latest News