ટંકારામાં લૂંટારૂ ગેંગ સક્રિય..? : બે વેપારીઓને ફોન કરી રૂપિયા ૧૫ લાખની ખંડણી માગી, પોલીસને જોઇ પૈસા લીધા વિના બે બાઇક સવાર છનન
SHARE
ટંકારામાં લૂંટારૂ ગેંગ સક્રિય..? : બે વેપારીઓને ફોન કરી રૂપિયા ૧૫ લાખની ખંડણી માગી, પોલીસને જોઇ પૈસા લીધા વિના બે બાઇક સવાર છનન
દુકાને બેઠેલા વૃદ્ધનું મોત પણ શંકાસ્પદ હોય પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી
ટંકારા વિસ્તારમાં જુદા-જુદા બે વ્યક્તિઓને અજાણ્યા ફોન નંબર ઉપરથી ફોન કરીને અજાણ્યા શખ્સો દ્વારા ૧૦ લાખ અને ૫ લાખ એમ કુલ પંદર લાખની ખંડણી માંગવામાં આવી હતી.જે બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા બંને વ્યક્તિઓ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી બે ફરિયાદ નોંધાવવામાં આવતા ટંકારા પોલીસ દ્રારા હાલમાં ગુનો નોંધીને અજાણ્યા શખ્સોને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવેલ છે.તેમજ વધુમાં મળતી માહિતી મુજબ ટંકારામાં દુકાને બેઠેલા વૃદ્ધનું મોત પણ શંકાસ્પદ હોય તે દિશામાં પણ ટંકારા પોલીસે તપાસ હાથ ધરી છે.કારણ કે દુકાનની ખુરશી બેઠેલા વૃદ્ધનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ જેતે સમયે મળી આવ્યો હતો અને બાદમાં મૃતકના પરિવારજનો દ્વારા પીએમ કરાવ્યા વિના અગ્નિસંસ્કાર કરી નાખવામાં આવ્યો હોય હાલ ટંકારા પંથકમાં થતી ચર્ચા મુજબ તે વૃદ્ધને પણ માથામાં ગોળી ધરબીને તેઓની નિર્મમ હત્યા કરવામાં આવી છે અને તે જ હુમલાખોર લુટારૂઓ દ્રારા ટંકારાના બે વેપારીઓને ફોન કરીને ૧૫ લાખની ખંડણી માંગી હોય તેવી પુરેપુરી શક્યતા સેવાઈ રહી છે.જોકે ખંડણીનો ફોન આવતા ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે છટકું ગોઠવ્યું હતું પરંતુ પોલીસને જોઇને બે બાઇક સવારો પૈસા લીધા વિના ભાગી ગયા હતા હાલમાં જુદા-જુદા ફોન નંબર ઉપરથી ફોન કરી ખંડણી માંગનારા અને પોલીસને જોઈને પૈસા લીધા વિના ભાગી જનાર બે ની સહિતની લૂંટારું ગેંગને ઝડપી પાડવા ટંકારા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારામાં આવેલ ધર્મભક્તિ સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ સવજીભાઈ કકાસણી (ઉંમર ૩૭) એ હાલમાં અલગ-અલગ નંબરો ઉપરથી ફોન કરનારા અજાણ્યા વ્યક્તિ સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના મોબાઈલ નંબર ૯૭૨૬૭ ૧૩૦૬૬ ઉપર અલગ-અલગ મોબાઈલ નંબરો ઉપરથી પૈસા પડાવવા માટે થઈને ધમકી ભરેલા ફોન આવતા હતા અને તેમને ફોન કરીને તેના પરિવારજનોને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી અને તેઓની પાસેથી ખંડણી પેટે દસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી..! જેથી કરીને હાલમાં અરવિંદભાઈ કકાસણીયાની ફરિયાદ લઈને પોલીસે આઈપીસી કલમ ૩૮૭, ૫૦૭ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી અજાણ્યા શખ્સોને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે.વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ટંકારાની ધર્મભક્તિ સોસાયટીમાં રહેતા ઉપરોક્ત ફરિયાદીના પિતા સવજીભાઈ રામજીભાઈ કકાસણીયા કે જેવો તેમની દુકાને ખુરશીએ બેઠા હતા અને બાદમાં તેઓનો ત્યાંથી લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને તેઓની માથાના ભાગે ગોળી મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની હાલ ટંકારા પંથકમાં ચર્ચાઓ ચાલી રહી છે તેથી ટંકારા પોલીસે આ અંગે પણ ખાનગી રાહે તપાસ આગળ ધપાવી હોવાનું જાણવા મળેલ છે.
આવી જ રીતે ટંકારામાં લતીપર રોડ ઉપર દુકાન ધરાવતા અશોકભાઈ મોહનભાઈ મુછાળા પટેલ (ઉંમર ૪૫) રહે.લક્ષ્મીનારાયણ સોસાયટી ટંકારાને પણ તેઓના મોબાઈલ નંબર ૯૪૨૮૮ ૯૩૨૧૩ ઉપર અલગ-અલગ મોબાઈલ નંબરો ઉપરથી પૈસા પડાવવા માટે થઈને ફોન આવતા હતા અને તેઓને પણ તેમને તથા તેમના પરિવારજનોને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી અને તેઓની પાસેથી ખંડણી પેટે પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનું હાલમાં તેઓએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.હાલમાં ટંકારની અંદર બે વેપારીઓને અજાણ્યા મોબાઈલ નંબરો ઉપરથી ફોન કરીને તેમની પાસેથી કુલ મળીને ૧૫ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હોવા અંગેની બે પોલીસ ફરિયાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.હાલ પીએસઆઇ બી.ડી.પરમાર તપાસ ચલાવી રહ્યા છે.