મોરબીમાં બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે એસએસડી ગ્રુપ દ્વારા માર્ચ પાસ્ટ યોજાઇ
મોરબીમાં મહાવીર જયંતી નિમિત્તે જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઇ
SHARE
મોરબીમાં મહાવીર જયંતી નિમિત્તે જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઇ
મોરબીમાં દર વર્ષે મહાવીર જયંતી નિમિત્તે જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવાનું હોય છે તેવી જ રીતે આજે મહાવીર જયંતિ નિમિત્તે મોરબીના દરબારગઢ પાસે આવેલ દેરાસર ખાતેથી શહેરમાં સનાળા રોડ ઉપર આવેલ દેરાસર સુધીની ભવ્ય શોભાયાત્રાનું જૈન સમાજના વિવિધ સંગઠનો દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રાની અંદર મોટા પ્રમાણમાં સમાજના ભાઈઓ બહેનો સહ પરિવાર હાજર રહ્યા હતા અને ખાસ કરીને આ શોભાયાત્રાની અંદર જૈન સમાજના મહારાજ સાહેબ તેમજ મહાસતીજી પણ હાજર રહ્યા હતા અને તેઓએ આશિર્વચન પાઠવ્યા હતા આ તકે મોરબી-માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ બહેરું ગેઇટ ચોકમાં હાજર રહ્યા હતા અને તેઓએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું ત્યારે જૈન સમાજના આગેવાનો દ્વારા તેનું શાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું અને મહારાજ સાહેબે તેઓને આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા આ ઉપરાંત મોરબી શહેરમાં જુદાજુદા વિસ્તારોની અંદરથી પસાર થતી આ શોભાયાત્રામાં જોડાયેલા લોકો માટે ઠંડાપીણા, ઠંડી છાશ, પાણી વિગેરેની વ્યવસ્થા જૈન સમાજની જુદી જુદી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી.
ભગવાન મહાવીર સ્વામીનો ૨૬૨૦ મો જન્મોઉત્સવ ઉજવાયો હતો.મોરબીના આગણે ધામધુમથી ભગવાનની રથયાત્રા દરબારગઠથી બોઈઝ હાઈસસ્કુલ સુધી યોજાઇ હતી. મોરબી જૈન સંધના ટ્રસ્ટીઓ તેમજ ધમઁનાથ યુવક મંડળ દ્રારા મયુરનગરીમાં આનંદનો ઉત્સહ જોવા મળ્યો હતો. દરબારગઠથી લઈને શીતલ જલ સેવાનો સ્ટોલ તેમજ રસતા પર ચાલતા રથયાત્રા દરમીયાન શીતલ જલ સેવાનું સુખડીયા સંજયભાઈ શેઠ (સંજય કેટરસ) દ્રારા આયોજન કરાયુ હતુ. સ્થાનકવાસી જૈન યુવક મંડળ, જૈન જાગૃતિ સેન્ટર, જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા ઠંડી છાસ, વઘારેલી શાક અને ઠંડા પાણી-સરબતનું આયોજન કરવામાં આવ્યુ હતુ.