આજથી વાંકાનેર-મોરબી વચ્ચે વધુ બે ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો ચાલુ
મોરબીના પીપળીયામાં યુવતીએ ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
SHARE
મોરબીના પીપળીયામાં યુવતીએ ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતી યુવતીએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જેથી આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નવલખી હાઈવે રોડ પર આવેલ પીપળીયા ગામે રહેતા પોપટભાઈ ભુંડિયા જાતે ભરવાડની દીકરી જીતુબેન (ઉમર ૧૭) એ પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી યુવતીનું મોત થતા તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને યુવતીએ કયા કારણોસર પોતાના ઘરની અંદર આપઘાત કરી લીધેલ છે..? તે દિશામાં હાલમાં તપાસ શરૂ કરેલ છે.જોકે નજીકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કામ બાબતે માતાએ ઠપકો આપ્યો હતો તે બાબતનું મનોમન લાગી આવવાથી જીતુબેનએ ઉપરોક્ત પગલું ભર્યું હોવાનું બીન આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
આધેળનું મોત
મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવેલા જસાપર ગામના વતની માવજીભાઈ નરસંગભાઈ બોરીચા (ઉંમર ૪૮) નામના આધેડ બેભાન થઈ જતા તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને તેઓને મૃત જાહેર કર્યા હતા અને હાર્ટ એટેકના કારણે તેમનું મોત નીપજ્યું હોવાનું જાહેર થયું હતું હાલ એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ કરી બનાવ માળીયા પોલીસની હદમાં બન્યો હોય માળીયા પોલીસને બનાવની જાણ કરી હતી.
યુવાન સારવારમાં
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટ વિસ્તારના રહેવાસી હસનઅલી ગુલામનબી નામનો ૨૦ વર્ષીય યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.