મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં શનિવારે સર્વરોગ નિદાન કેમ્પ, રવિવારે બૉલીવુડ મ્યુઝિકલ નાઈટનું આયોજન


SHARE













મોરબીમાં શનિવારે સર્વરોગ નિદાન કેમ્પ, રવિવારે બૉલીવુડ મ્યુઝિકલ નાઈટનું આયોજન

મોરબીમાં આગામી શનિવારના રોજ નાડીવૈધ દ્રારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.પ્રખર નાડીવૈદ સ્વ.ભીખાબાપાના પુત્ર રણજીતભાઇ વૈદનો સર્વરોગ નિદાન કેમ્પ મોરબીમાં યોજવમાં આવેલ છે.આગામી તા.૧૬ ને શનિવારે સવારે ૯ થી ૧ અહિંના ધોળેશ્વર સ્મશાન વિસ્તારમાં આવેલા શાંતિવન આશ્રમ ખાતે રાખવામાં આવેલ છે.ત્યાર બાદ  દર મહિનાના ત્રીજા શનિવારે આ કેમ્પ ચાલુ રહેશે.જેની દરેક લોકોએ નોંધ લેવા યાદીમાં જણાવાયેલ છે.

પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર 

પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર લક્ષ્મીનગર ખાતે કાર્યરત લુઇબ્રેલ વાદ્યવૃન્દ ઓર્કેસ્ટ્રા ગ્રુપ દ્રારા આગામી તા.૧૭ ના રોજ બૉલીવુડ મ્યુઝિકલ નાઈટનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.મોરબીવાસીઓને ખાસ વિનંતી કરાયેલ છેકે ગ્રુપનો ઉત્સાહ વધારવા બહોળી સંખ્યામાં હાજરી આપશો.સર્વેના સાથ સહકારથી જ આ કાર્યક્રમ સફળ થશે.કાર્યક્રમ તા.૧૭ ને રવિવાર સાંજે ૭:૩૦ વાગ્યે સ્વાગત હોલ રવાપર ચોકડી રવાપર રોડ મોરબી-૧ ખાતે શરૂ થશે.રાત્રીના સમયની મર્યાદા હોવાથી ૭:૩૦ વાગ્યે પધારવા સૌને આયોજકોએ અપીલ કરેલ છે.વધુ માહિતી માટે હાતિમભાઇ રંગવાલા (મો.94299 78930) અથવા સિદ્ધાર્થભાઈ જૉષી (મો.92288 97372) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે








Latest News