મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ હિમોફિલિયા દિવસ નિમિતે પ્રશ્નોતરી સ્પર્ધા યોજાશે


SHARE













મોરબીમાં વિશ્વ હિમોફિલિયા દિવસ નિમિતે પ્રશ્નોતરી સ્પર્ધા યોજાશે

તા.૧૭ એપ્રિલ એટલે વિશ્વ હિમોફિલિયા દિવસ.હિમોફિલિયાએ લોહીનો વંશ-વારસાગત રોગ છે.તેનાંથી ડરવાની નહી પણ સંભાળવાની જરૂર છે.તેના અનુસંધાને આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરાયેલ હોય તેમાં ભાગ લેવા અપીલ કરાયેલ છે.

ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જિલ્લા દ્વારાં તા.૧૭ એપ્રિલ વિશ્વ હિમોફિલિયા દિવસ કેજે વિશ્વભરમાં હિમિફિલિયા નામના રોગ પ્રત્યે જનમાનસમાં લોક જાગૃતિ જગાડવાનાં હેતુથી મનાવવામાં આવે છે તે નિમિતે સ્પર્ધાનું આયોજન  કરાયેલ છે.હિમોફિલિયાએ જનીની બીમારી એટલે કે વારસાગત રીતે ઊતરી આવતો રક્તનો પ્રાણઘાતક ગણાતો રોગ છે અને તેના કારણે રક્ત ગંઠાઈ જવાના માળખામાં એકથી વધુ ખરાબી થઈ શકે છે.જો આમ થાય તો બિન-આનુશંગિક ઈજાઓને જીવલેણ બનાવી શકે છે.આવા ખતરનાક રોગ પ્રત્યે પ્રજામાં એઈડ્સ જેટલી જાગૃતતા ન હોવાને કારણે મૃત્યુઆંક ઊંચો જવા લાગ્યો એ માટે જાગૃતિ લાવવા  વિશ્વ હિમોફિલિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઘરબેઠાં કેટેગરી મુજબ આપેલ પ્રશ્નના જવાબનો વિડીયો બનાવવાના રહેશે.કટેગરી-૧ (ધો.૧ થી ૪) પ્રશ્ન આપણાં લોહીનો રંગ કેવો હોય છે.ઈજાગ્રસ્ત વ્યક્તિને લોહી નીકળવા માંડે તો તમે શું કરશો ? કેટેગરી-૨ (ધો.૫ થી ૮) પ્રશ્ન રંગસૂત્રો એટલે શું ? ગંભીર ઈજાઓમાં તાત્કાલિક સારવાર આપવા તમે શું શું કરો ? કેટેગરી-૩ (ધો.૯ થી ૧૨) પ્રશ્ન માનવમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે ? હિમોફિલિયાના દર્દીને કઈકઈ સારવાર ન કરવી જોઈએ.કેટેગરી-૪ કોલેજનાં વિધાર્થીઑ,શિક્ષકમિત્રો.તથાવાલીઓ માટે પ્રશ્ન હિમોફિલિયા રોગ લોહીનો વંશવારસાગત રોગ છે.તેની સારસંભાળ તથા રોકવાનાં ઉપાય સમજાવો.આ અંગેના વિડીઓ બનાવીને એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) ઉપર છેલ્લી તા.૧૭-૪ રાત્રીના નવ વાગ્યા પહેલા મોકલી આપવાના રહેશે








Latest News