મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં મુદતે લઈ આવવામાં આવેલ મમુદાઢી હત્યા કેસના બે આરોપીઓનો સોશિઅલ મીડિયામાં વિડીયો વાઇરલ


SHARE













મોરબીની કોર્ટમાં મુદતે લઈ આવવામાં આવેલ મમુદાઢી હત્યા કેસના બે આરોપીઓનો સોશિઅલ મીડિયામાં વિડીયો વાઇરલ

મોરબીના ચકચારી મમુદાઢી હત્યાકેસના આરોપીઓને નડિયાદની જેલમાંથી મોરબી કોર્ટમાં મુદત હોય લઈને આવતા હતા ત્યારે પોલીસ વાહનની અંદર બેઠેલા આરોપીઓનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં આ મુદ્દો મોરબીની અંદર ચર્ચાનો વિષય બનેલ છે ત્યારે પોલીસ દ્વારા આ બાબતને લઇને કોઇ તપાસ કરવામાં આવશે કે કેમ ?, કોઈની સામે ગુનો દાખલ કરવામાં આવશે કે કેમ ? તે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે થોડા સમય પહેલા મમુદાઢીની હત્યા કરવામાં આવી હતી ત્યાર બાદ આ ગુનામાં ગુજસીટોકની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો અને પોલીસે કેટલાક આરોપીઓને આ ગુનામાં ઝડપી લીધા છે ત્યારે નડિયાદની જેલમાં મૂકવામાં આવેલ રિયાઝ ઇકબાલભાઇ જુણેજા અને એઝાંઝ અહમેદભાઈ ચાનીયાને કોર્ટમાં મુદત હોવાથી સરકારી વાહનમાં બેસાડીને લઈને આવવામાં આવ્યા હતા ત્યારે આ આરોપીઓનો વિડીયો બનાવીને સોશિઅલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે

 

અત્રે ઉલેખનીય છે કે, સોશિઅલ મીડિયામાં જે વિડીયો વાઇરલ કરવામાં આવેલ છે તેમાં હત્યા, ગુજસીટોક સહિતના ગુનામાં જેના નામ છે તેને નડિયાદની જેલમાંથી મોરબી લઈને આવ્યા ત્યારે તેના હાથમાં હાથકડી પહેરાવવામાં ન આવી હોય તેવું વિડિયોમાં જોવા મળી રહ્યું છે અને તોફાની રોહિત નામના વ્યક્તિએ તેના ફેસબુક આઈડી પર વીડિયો અપલોડ કર્યો છે ત્યારે પોલીસ જાપ્તામાં રહેલા કુખ્યાત આરોપીઓનો વીડિયો કોને બનાવ્યો ?, શા માટે વાયરલ કર્યો ? તે સહિતના અને સવાલો ઊભા થયા છે ત્યારે પોલીસ દ્વારા કોઈની સામે ગુનો દાખલ કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે








Latest News