મોરબીમાં કોંગ્રેસ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા
મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રામકિશન ઓઝાની હાજરીમાં બેઠક યોજાઇ
SHARE
મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રામકિશન ઓઝાની હાજરીમાં બેઠક યોજાઇ
ગુજરાત કોંગ્રેસ સમિતીના સહ પ્રભારી, સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ રામકિશન ઓઝા મોરબી જિલ્લાના પ્રવાસે આવ્યાં હતાં. અને મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જીલ્લાના કોંગ્રેસના આગેવાનો, હોદેદારો તથા કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. અને આગામી વિધાસભાની ચુંટણી પૂર્વેની ગોઠવણ કઈ રીતે કરવી તેની વિગતવાર માહિતી આપી હતી. તેમજ લોકો બીજેપી શાસનથી ખૂબ જ નારાજ છે. આ પરિસ્થિતિમાં લોકોને કોંગ્રેસ ઉપર ખૂબ મોટી આશા છે. ૨૦૨૨ માં ગુજરાતમાં બીજેપીની હાર નિશ્ચિત છે અને કોંગ્રેસની સરકાર બનશે એવો આશાવાદ રામકિશનજીએ વ્યકત કર્યો હતો. તેમ મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ જે. પટેલે યાદીમાં જણાવ્યું હતુ.