મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

ટંકારામાં વૃધ્ધ વેપારીની ફાયરિંગ કરીને હત્યા અને ૧૫ લાખની ખંડણીના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ


SHARE













ટંકારામાં વૃધ્ધ વેપારીની ફાયરિંગ કરીને હત્યા અને ૧૫ લાખની ખંડણીના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ

હિન્દી ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી વાસ્તવિક ઘટના તાજેતરમાં મોરબી જિલ્લાના ટંકારામાં બની હતી અને દુકાનદાર વૃધ્ધા તેની દુકાને હતા ત્યારે તેના લમણેમાં ગોળી મારીને તેની હત્યા કરવામાં આવી હતી અને તેના  દીકરાને અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન કરીને ૧૦ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી તેમજ અન્ય એક વેપારી પાસેથી પણ પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હતી જેની ફરિયાદના આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સોની ધરપકડ કરેલ છે

મોરબી જીલ્લામાં ગૂનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને ખાસ કરીને ગંભીર ગુના વધુ બની રહ્યા છે જે સમાજ માટે લાલબતી સમાન છે ત્યારે ટંકારા વિસ્તારમાં જુદા-જુદા બે વેપારીઓને જુદાજુદા મોબાઈલ નંબર ઉપરથી અજાણ્યા શખ્સ દ્વારા ફોન કરીને ખંડણી માંગવામાં આવી હતી જેમાં ટંકારામાં આવેલ ધર્મભક્તિ સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ સવજીભાઈ કકાસણી (ઉંમર ૩૭) પાસેથી ૧૦ લાખ અને ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અશોકભાઈ મોહનભાઈ મુછાળા પટેલ (ઉંમર ૪૫) પાસેથી પાંચ લાખ આમ કુલ મળીને ૧૫ લાખની ખંડણી માંગવામાં આવી હતી. જે ગુનાની તપાસમાં નવો જ ખુલાસો સામે આવેલ છે અને ફરિયાદી અરવિંદભાઈ કકાસણીના પિતા સવજીભાઈ રામજીભાઇ કકાસણીની તેની દુકાન સરિતા ટ્રેડિંગમાં બેઠા હતા ત્યારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે ત્રણ આરોપી હર્ષિત બેચારભાઈ ઢેઢી રહે. ધર્મભક્તિ સોસાયટી ટંકારા (૧૯), પ્રિન્સ જિતેન્દ્રભાઈ અઘારા (૨૦) રહે. લો વાસ ટંકારા અને યોગેશ રવિન્દ્રભાઈ પાવરા રહે. પીઓ વોટર પ્લાન્ટના કવાર્ટરમાં ટંકારા વાળાની ધરપકડ કરેલ છે

મોરબીના એએસપી અતુલકુમાર બંસલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, અગાઉ આ ઘટનામાં ટંકારા પોલીસે ખંડણી અને ફોન ઉપર ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી જોકે, ગુનામાં પકડાયેલા આરોપીઓએ સવજીભાઈ રામજીભાઇ કકાસણીની દેશી કટામાંથી તેના લમણે ફાયરિંગ કરીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું જેથી હત્યા, કાવતરું સહિતની કલમનો પોલીસે ઉમેરો કર્યો છે અને વધુમાં પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે, હર્ષિત ઢેઢી મૃતક સવજીભાઈની દુકાને આવતો જતો હતો જેથી કરીને તેને દુકાને કરવામાં આવતા આર્થિક વ્યવહારની જાણકારી હતી અને તેને પ્રિન્સ અઘારાને પોતાની સાથે રાખ્યો હતો અને પ્રિન્સ અઘારા કોઈ જગ્યાએથી દેશી કટો લઈને આવ્યો હતો જેના વડે હર્ષિત ઢેઢીએ સાવજીભાઇની હત્યા કરી હતી જો કે, તે સમયે પરિવારના લોકોને એવું લાગ્યું હતું કે, હાર્ટ એટેક આવ્યો હોવાથી નીચે પડ્યા હશે અને માથામાંથી લોહી વહી જવાના લીધે તેનું મોત થયું છે માટે ત્યારે કોઈ ફરિયાદ કરી ન હતી જો કે, ત્યાર બાદ મૃતકના દીકર અને અન્ય વેપારીને ખંડણી માટેના ફોન કરવામાં આવ્યા અને તેના પરિવારના લોકોને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ગુનો નોંધાયો હતો અને તેમાં ત્રણેય હત્યારાને પોલીસે ઝડપી લીધા છે અને તેની પાસેથી ત્રણ મોબાઈલ અને એક બાઇક કબ્જે કરવામાં આવ્યું છે

વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, આરોપી યોગેશ રવિન્દ્રભાઈ પાવરા હર્ષિત ઢેઢીનો મસીનો દીકરો છે અને હર્ષિત ઢેઢી તેમજ પ્રિન્સ અઘારા ગુનાહિત માનસિકતા ધરાવે છે અને અગાઉ પણ કેટલાક ગુના તેને આચર્યા હોવાની શક્યતા છે જેથી કરીને પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ લેવા માટે હાલમાં તજવીજ શરૂ કરવામાં આવી છે જો કે, પ્રિન્સ અઘારા જે હથિયાર લઈને આવ્યો હતો તે તેની પાસે કયાથી આવ્યું હતું ?, શા માટે આ શખ્સો દ્વારા સાવજીભાઇની હત્યા કરવામાં આવી હતી ?, આટલા બધા રૂપિયાની ખંડણી શા માટે માંગવામાં આવી હતી ? અને આ ગુનામાં બીજા કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તે સહિતના અનેક પ્રશ્નોનાં ભેદ હજુ વણ ઉકેલાયા છે તે હક્કિત છે








Latest News