ટંકારામાં વૃધ્ધ વેપારીની ફાયરિંગ કરીને હત્યા અને ૧૫ લાખની ખંડણીના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ
મોરબીમાં આગામી રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન
SHARE
મોરબીમાં આગામી રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન
મોરબીના પાટીદાર રત્ન સમાન અને સેવાના ભેખધારી સ્વ. શીવાભાઈ ઓગણજા (શિવાબાપા) ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. શિવાબાપાએ પોતાના જીવનમાં હંમેશા સેવાને જ પ્રાધાન્ય આપ્યું હતું અને મોરબી પંથકના અનેક લોકોના સેવા કર્યો કર્યા એવા પાટીદાર સમાજના સ્વ.શીવાભાઈ ઓગણજા (શિવાબાપા) ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે.તેઓની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આગામી તા.17-4 ને રવિવારના રોજ સવારે સાડા આઠથી સાંજના પાંચ વાગ્યા સુધી કન્યા છાત્રાલય ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. તેમજ તા.17 ને રવિવારના સવારે 8:30વાગ્યે કન્યા છાત્રાલય ખાતે છગન ભગત સીતારામ મંડળ (રામગઢ કોયલી) દ્વારા સુંદરકાંડના પાઠનું પણ યોજવામાં આવેલ હોય ઓગણજા પરિવાર દ્વારા તેનો લાભ લેવા અને રક્તદાન કેમ્પમાં સહભાગી બનાવા અપીલ કરવામાં આવેલ છે.વધુ માહીતી માટે મો.૯૮૨૫૬ ૭૨૧૬૦ અથવા ૯૮૨૫૬ ૭૧૫૨૪ ઉપર સંપર્ક કરવાાદીમાં જણાવાયેલ છે.