મોરબી ડો.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા આંબેડકર ચોક ખાતે કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી ડો.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા આંબેડકર ચોક ખાતે કાર્યક્રમ યોજાયો
સદીના મહાનાયક, ભારતરત્ન પૂ.બાબાસાહેબ અંબેડકરજીની ૧૩૧ મી જન્મજયંતિના પાવન અવસરે ડો.હેડગેવાર સ્મારક સમિતિ મોરબી દ્વારા આંબેડકર ચોક ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પાવન પ્રસંગે ડો. આંબેડકરજીની પ્રતિમાને આરએસએસના કાર્યકરો તથા સ્થાનિક રહેવાસીઓ દ્વારા હારતોરા કરવામાં આવ્યા હતા અને વિશેષમાં આ વિસ્તારમાં ચાલતા શિવણ કેન્દ્ર ખાતે ડો.બાબાસાહેબના એકાત્મ ભારતના સંદર્ભે વિચાર અંગે પ્રવચન રાખવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં વક્તા તરીકે રાજેશભાઇ બદ્રકિયાએ ડો.બાબાસાહેબ દ્વારા સમગ્ર હિન્દુસમાજની એકતા, બંધુતા અંગે ઉત્કૃષ્ટ કાર્ય કરેલા તે વિશેની વાત કરી હતી અને લલિતભાઈ ભાલોડિયા, મહેશભાઈ બોપલીયા, પ્રચારક હસમુખભાઈ પટેલ, વિજયભાઈ રાવલ, રણછોડભાઈ કુંડારિયા, જેઠાભાઇ કવૈયા ઉપરાંત સ્થાનિક કાર્યકર્તાઓ વિનુભાઈ, રાહુલભાઈ, આરતીબેન શુકલા, ભૂમિબેન તથા અન્ય ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.