મોરબી ડો.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા આંબેડકર ચોક ખાતે કાર્યક્રમ યોજાયો
ભજન અને વિશ્વાસનું ધન જેની પાસે છે તેને જ ખરા અર્થમાં ધન્ય જીવન કહેવાય: કનકેશ્વરીદેવી
SHARE
ભજન અને વિશ્વાસનું ધન જેની પાસે છે તેને જ ખરા અર્થમાં ધન્ય જીવન કહેવાય: કનકેશ્વરીદેવી
મોરબી ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ચાલતી રામકથામાં કનકેશ્વરીદેવીજીએ કહ્યું હતુ કે, જીવ જગત એને ઈશ્વર આ ત્રણ જ્યાં સુધી અલગ છે ત્યાં સુધી આત્મા તૃપ્તિ નહીં થાય પરંતુ જેના પાસે ભજન અને વિશ્વાસ નામનું ધન છે તેમને જ ખરા અર્થમાં ધન્ય જીવન કહેવાય. અંત:કરણ સારું બનાવવા માટે સમયે સમયે તીર્થોમાં જઇને ભજન કરવું જોઇએ. જે ભગવાનની સન્મુખ થય જાય એના માટે વેહવાર કે પરમાર્થ કઠીન નથી જળ બુદ્ધિનું છુંટવું એટલે દેહાભિમાનનું છુંટવું જેના લીધે જીવ હળવો ફુલ જેવો બની જાય છે.જે ધર્મ ગ્રંથની ભાષાને ન સમજે તેને કાળ સતાવે છે માટે જીવન ભગવાને બતાવેલ માર્ગે વ્યતીત કરવુ જોઇઓ. ભગવાનને પણ હારવું ગમે પણ ફકત પોતાના ભકતો પાસે માટે દરેક મનુષ્યએ પોતાના કર્તવ્યોનું ચિંતન સતત કરતા રહેવું જોઈએ. ગુરુમહારાજના સાનિધ્યમાં શિષ્ય જેટલો નાનો બને એટલો જ તે સમાજમાં મોટો બની શકે છે. ભગવાન જેના જીવનમાં આવે તેને કોઈ ધટના અમંગલ લાગતી જ નથી. દરેક મનુષ્યના જીવનમાં એક ઈષ્ટદેવ હોવો જરૂરી છે. આ કથામાં આરડીસી બેન્કના ચેરમેન જયેશભાઇ રાડદિયા, વાઇસ ચેરમેન મગનભાઇ વડાવિયા અને કચ્છ તેમજ પાટણ આહીર સમાજના અધ્યક્ષ ત્રિકમભાઇ વાસણભાઇ આહીર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા