મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં મકાનના વેચાણથી થયેલ આવકમાં ભાગ માંગતા ભાઈને માર મરનારા ભાઈની ધરપકડ 


SHARE













મોરબીમાં મકાનના વેચાણથી થયેલ આવકમાં ભાગ માંગતા ભાઈને માર મરનારા ભાઈની ધરપકડ 

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરામાં વડીલોપાર્જિત મકાનના વેચાણથી આવેલ રકમમાં પૂરતો ભાગ આપવા માટે ભાઇએ તેના ભાઇને કહ્યું હતું જે બાબતે સારું નહીં લાગતાં યુવાનને તેના સગા ભાઇએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના ભાઈની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં દશામાના મંદિરની પાછળના ભાગમાં રહેતા પરસોત્તમભાઈ હીરાભાઈ ચાવડા (ઉમર ૩૮) એ હાલમાં તેના સગાભાઇ મુકેશ ઉર્ફે ખાટો હીરાભાઈ ચાવડાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે મોરબીના રોહીદાસપરા વિસ્તારની અંદર તેમનું વડીલોપાર્જિત જૂનું મકાન આવેલ છે જે મકાન વેચાણથી આવેલ રકમમાં તેને પૂરતો ભાગ આપવા માટે પરસોત્તમભાઈએ તેના સગા ભાઈ મુકેશભાઈને કહ્યું હતું જેથી મુકેશભાઈએ ઉશ્કેરાઈ જઈને લોખંડના પાઇપ વડે પરસોતમભાઈને માર માર્યો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા પરસોત્તમભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાના સગા ભાઈની સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી મુકેશ ઉર્ફે ખાટો હીરાભાઈ ચાવડાની ધરપકડ કરીને આગળની તજવીજ શરૂ કરી છે








Latest News