મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે રામકથામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી કાલે વર્ચ્યુયલ જોડાશે


SHARE













મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે રામકથામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી કાલે વર્ચ્યુયલ જોડાશે

મોરબીના ભરતનગરથી બેલા ગામ તરફ જવાના રસ્તા ઉપર ખોનુખરા હમામ ન હરિહર ધાઆવેલ છે ત્યાં ગુજરાતના ગૌરવસમી ગુજરાતની સૌથી ઊંચી ૧૦૮ ફૂટની હનુમાનજી મહારાજની પ્રતિમા મૂકવામાં આવી છે જેનું અનાવરણ ત્યાં ચાલતી રામકથાના પહેલા જ દિવસે કરવામાં આવ્યું હતું અને આ કથામાં કાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુયલ જોડાવાના છે

ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે કનકેશ્વરીદેવીજીના વ્યાસાશને રામકથા ચાલી રહી છે અને દરરોજ લાખોની સંખ્યામાં પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે લોકો રામકથાનું રસપાન કરી રહ્યા છે અને કથામાં આવતા ધાર્મિક પ્રસંગોને ધામધુમથી ઉજવવામાં આવી રહ્યા છે. અને રોજ કથા સાંભળવા માટે ખોખર હનુમાન હરિહર ધામ ખાતે આવતા હજારો ભાવિકો કથાશ્રવણ સાથે મહાપ્રસાદનો લાભ લઇ રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત રાજયના મંત્રીઓકેન્દ્રીય મંત્રીઓ સહીત અનેક ધારાસભ્યોદેશભરમાંથી સંતો મહંતોગૌ શાળા સંચાલકોકથાકારો સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો છે.

આ કથાના નવમા અને અંતિમ દિવસે તા ૧૬ ને શનિવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી કથામાં વર્ચ્યુયલ હાજર રહેવાના છે અને સવારે ૧૧ વાગ્યાથી સતત ૪૫ મિનીટ સુધી વરચ્યુલી કથામાં જોડાશે અને સંબોધન કરશે અને ખોખરા હનુમાન સમિતિ દ્વારા હનુમાન જયંતિ પણ ધામધુમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યુ છે તેમજ રાત્રે સંતવાણીના કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ભજનીક કિર્તીદાન ગઢવી અને તેનું ગ્રુપ ભજનોની રમઝટ બોલાવશે જેથી કરીને તમામ ભાવિકોને તેનો લાભ લેવો આયોજનના મુખ્ય યજમાન અજયભાઇ લોરીયા તેમજ હરિહરધામ સેવા સમિતિ ખોખરા હનુમાન દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.








Latest News