મોરબીમાં સગાને ઘરેણા લઈ આપ્યા બાદ આપેલ ચેક પરત ફરતાં એક વર્ષની કેદ તેમજ ડબલ રકમ ચૂકવવા કોર્ટનો આદેશ
મોરબી જીલ્લા કોંગ્રેસે ખાંડા ખખડાવ્યા, આગામી ચુંટણી અનુસંધાને કાલે યોજાશે તાલીમ શિબીર
SHARE
મોરબી જીલ્લા કોંગ્રેસે ખાંડા ખખડાવ્યા, આગામી ચુંટણી અનુસંધાને કાલે યોજાશે તાલીમ શિબીર
આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચનાથી મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યકર્તાઓને ચાર્જ કરવા અને સાચી વાત પ્રજા સામે મૂકીને આજે જ્યારે મોંઘવારીમાં માણસ પીસાઈ રહ્યો છે તેની સામે અવાજ ઉઠાવવા માટે રણનીતિ તૈયાર કરવાના ભાગરૂપે આવતીકાલે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત અને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ માટે તાલીમ શિબીર આવતી કાલ તા.૧૬-૪ ને શનિવારે યોજાશે.જેમા મોરબી જીલ્લાના તમામ હોદેદારો આગેવાન અને કાર્યકરોને હાજર રબેવા જણાવાયેલ છે. એઆઈસીસી દ્વારા પક્ષના હોદેદાર માટે આ તાલીમ શીબીર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઇ ઠાકોરની સુચના અનુસાર મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વર્તમાન રાજકીય પરિસ્થિતી સંજોગો અને પડકારોના સંદર્ભમાં આવી તાલીમ શિબીરની આવાસ્યક્તા છે નજીકના ભવિષ્યમાં આવનારી વિધાનસભાની ચુંટણીના સંદર્ભમાં કોંગી સંગઠનને મજબૂત બનાવવા તેમજ ચૂંટણીની પૂર્વ તૈયારી માટે કોંગ્રેસની વિચારધારા લોકો સુધી પહોંચાડવા માટે આ તાલીમ શિબીરનું આયોજન કરાયેલ લ છે જેમાં એઆઈસીસી અને પીસીસીના નિરીક્ષકો અને તાલીમકાર (ટ્રેનર) તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી રામ કિશનજી ઓઝા હાજર રહેશે માટે મોરબી જીલ્લા, શહેર તેમજ તાલુકા તેમજ દરેક ફ્રંટલ-સેલના હોદેદારો તેમજ સંયોજક અને આગેવાનોએ તાલીમ શિબીરમાં ફરજિયાત હાજર રહેવા જણાવવામાં આવે છે.આવતી કાલ તા.૧૬-૪ ને શનિવાર સવારે ૯ કલાકે શિવ હોલ શનાળા રોડ સમયના ગેટ પાસે મોરબી ખાતે યોજાનાર શિબીરમાં જોડાવા માટે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિલાલ જે.પટેલ યાદીમાં જણાવેલ છે.