મોરબી જીલ્લા કોંગ્રેસે ખાંડા ખખડાવ્યા, આગામી ચુંટણી અનુસંધાને કાલે યોજાશે તાલીમ શિબીર
મોરબીના ટીંબડી ગામ પાસેથી ચાર બોટલ દારૂ સાથે એક પકડાયો
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1650086603.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીના ટીંબડી ગામ પાસેથી ચાર બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબી તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા તાલુકાની હદમાં માળીયા હાઈવે ઉપરથી શંકાસ્પદ ઈસમને અટકાવીને તેની તલાસી લેવામાં આવતા તેની પાસેથી ચાર બોટલ વિદેશી દારૂ મળી આવતાં તેની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ પાટીદાર ટાઉનશીપ પાસેથી નીકળેલા રામકુમાર જગમાલ બાજીયા જાતે જાટ રહે.ગણેશનગર ટીંબડીના પાટીયા પાસે મોરબી-૨ મૂળ રહે. રાજસ્થાન નામના ૩૧ વર્ષીય યુવાનને અટકાવીને તેની તલાસી લેવામાં આવતા તેની પાસેથી વિદેશી દારૂની ચાર બોટલ મળી આવી હતી.જેથી હાલમાં રૂપિયા ૧૨૦૦ ની કિંમતની દારૂની ચાર બોટલો સાથે પકડાયેલ રામકુમાર જાટની ધરપકડ કરીને તેણે આ બોટલો ક્યાંથી મેળવી અને તે કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
વૃદ્ધ સારવારમાં
મોરબીના ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા સુમસિંગભાઈ ભુડીયાભાઈ બધેલ નામના ૬૫ વર્ષીય વૃદ્ધે બીપીનભાઈની વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામા આવ્યા હતા.જોકે અહીં ક્રિટિકલ કેર યુનિટ કાર્યરત ન હોય રાબેતા મુજબ પ્રાથમિક સારવાર આપીને સુમસિંગભાઈ બધેલને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.બનાવની જાણ થતાં ટંકારા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
વાહન અકસ્માતમાં ઇજા
હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા સંજયભાઈ જયસુખભાઇ શેઠ નામનો ૨૭ વર્ષીય યુવાન બસ સ્ટેશન પાસેથી બાઇક લઇને જતો હતો ત્યારે તેનું બાઇક અન્ય બાઈકની સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ઇજાઓ થતાં સંજયભાઈ શેઠને સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના લખધીરવાસ ચોકની પાસે આવેલા આકાશ એપાર્ટમેન્ટમાં રહેતા વિપુલભાઈ ઈન્દુલાલ શાહ નામના ૫૫ વર્ષીય આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે તેમનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાઓ થવાથી તેઓને સારવારમાં ખસેડાયા હતા.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)