મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ટંકારાના બે વેપારી પાસેથી ૧૫ લાખની ખંડણી માંગનાર ત્રિપુટી હાલમાં રિમાન્ડ ઉપર 


SHARE







ટંકારાના બે વેપારી પાસેથી ૧૫ લાખની ખંડણી માંગનાર ત્રિપુટી હાલમાં રિમાન્ડ ઉપર 

ટંકારામાં બે વેપારીને ફોન ઉપર પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપીને કુલ મળીને ૧૫ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી જે ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીના કોર્ટે સોમવારે સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી પોલીસ તેની આગવી ઢબે પૂછપરછ કરી રહી છે

ટંકારામાં આવેલ ધર્મભક્તિ સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ સવજીભાઈ કકાસણી (ઉંમર ૩૭) ને અલગ-અલગ નંબરો ઉપરથી ફોન આવ્યા હતા અને તેની પાસેથી અજાણ્યા વ્યક્તિપૈસા પડાવવા માટે તેના પરિવારજનોને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી અને તેઓની પાસેથી ખંડણી પેટે દસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી આવી જ રીતે ટંકારામાં લતીપર રોડ ઉપર દુકાન ધરાવતા અશોકભાઈ મોહનભાઈ મુછાળા પટેલ (ઉંમર ૪૫) રહે.લક્ષ્મીનારાયણ સોસાયટી ટંકારાને પણ તેઓના મોબાઈલ નંબર ૯૪૨૮૮ ૯૩૨૧૩ ઉપર અલગ-અલગ મોબાઈલ નંબરો ઉપરથી પૈસા પડાવવા માટે થઈને ફોન આવતા હતા અને તેઓને પણ તેમને તથા તેમના પરિવારજનોને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી અને તેઓની પાસેથી ખંડણી પેટે પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી આ ગુનામાં પોલીસે હર્ષિત બેચારભાઈ ઢેઢી રહે. ધર્મભક્તિ સોસાયટી ટંકારા (૧૯), પ્રિન્સ જિતેન્દ્રભાઈ અઘારા (૨૦) રહે. લો વાસ ટંકારા અને યોગેશ રવિન્દ્રભાઈ પાવરા રહે. પીઓ વોટર પ્લાન્ટના કવાર્ટરમાં ટંકારા વાળાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા જેથી કોર્ટે તેના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ આરોપીઓની પોલીસે હાલમાં ખંડણીના ગુનામાં ધરપકડ કરી હતી અને ફરિયાદી અરવિંદભાઈ સવજીભાઈ કકાસણીના પિતા સવજીભાઈ કકાસણીની હત્યા પણ આ આરોપીઓએ જ કરી હતી જેથી તે ગુનામાં આગામી સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે






Latest News