મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી 400 પેટી જેટલો દારૂ ભરેલ આઇસર ટ્રક સાથે બે રાજસ્થાની પકડાયા


SHARE













વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી 400 પેટી જેટલો દારૂ ભરેલ આઇસર ટ્રક સાથે બે રાજસ્થાની પકડાયા

(શાહરૂખ ચૌહાણ દ્વારા) : વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પસાર થતા આઇસર ટ્રકને બાતમીને આધારે રોકીને એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેમાંથી અંદાજે ૪૦૦ પેટી એટલે કે ૪૮૦૦ બોટલ જેટલો અધધધ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી હાલમાં એલસીબીની ટીમે દારૂ, મોબાઇલ અને વાહન મળીને રૂા.૨૫,૮૩,૦૮૦ ની કિંમતના મુદામાલની સાથે બે રાજસ્થાની શખ્સોની ધરપકડ કરી છે અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લામાંથી અવારનવાર દારૂ ભરેલા વાહનો પકડાતા હોય છે અને જુદીજુદી પ્રકારે દારૂના ધંધાર્થીઓ દ્વારા દારૂનો જથ્થો મોરબી સહિત સૌરાષ્ટ્રના જુદાજુદા વિસ્તારો સુધી પહોંચવા માટે પ્રયત્ન કરવામાં આવે છે દરમિયાન મોરબી જિલ્લા એલસીબીની ટીમના પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ હુંબલ તથા વિક્રમભાઇ કુગસીયાને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે મોરબી જિલ્લા એલસીબી ટીમના પીઆઇ એમ.આર.ગોઢાણિયાની સૂચના મુજબ વાંકાનેર બાઉન્ડ્રી પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યારે ત્યાંથી પસાર થતાં આઇસર મેટાડોર ટ્રકને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેમાંથી ૪૦૦ પેટી જેટલો દારૂનો જથ્થો એટલે કે જુદી જુદી બ્રાંડની કુલ મળીને ૪૮૦૦ બોટલો મળી આવી હતી. જેથી પોલીસે દારૂનો જથ્થો, રોકડા, બે મોબાઇલ અને ટ્રક મળીને રૂપિયા ૨૫,૮૬,૦૮૦ ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ ટ્રકનાં ડ્રાઇવર સહિત બે રાજસ્થાનીની ધરપકડ કરી છે.જેમા માંગીલાલ તેજારામ બીશ્નોઇ રહે.સરણાઉ તા.સાંચૌર જી.જાલોર રાજસ્થાન અને કમલેશ રૂગનાથારામ બીશ્નોઇ રહે.કેરવી રાજીવનગર તા.સાંચૌર જી.જાલોર રાજસ્થાનનો સમાવેસ થાય છે તે બંનેની સ્થળ ઉપરથી ધરપકડ કરીને માલ મોકલાવનાર હીરારામ ઉર્ફે દેવીચંદ બીડદારામ બીશ્નોઇ રહે.ડભાલ તા.સાંચૌર જી.જાલોર રાજસ્થાનની શોધખોળ હાથ ધરવામાં આવેલ છે.

હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉપરોકત ત્રણેયની સામે પ્રોહીબીશન રટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે તેમજ દારૂનો જથ્થો કોને મંગાવ્યો હતો..? તે દિશામાં પોલીસ દ્રારા આગળની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.








Latest News