મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

ટંકારાના વાધગઠ ગામે શોભાયાત્રા, નામકરણ અને વિષેશ સન્માનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો


SHARE









ટંકારાના વાધગઠ ગામે શોભાયાત્રા, નામકરણ અને વિષેશ સન્માનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

સ્વચ્છતાના સરતાજ એવા વાઘગઢ ગામે હનુમાનજી જયંતી નિમિત્તે ત્રિવેણી કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.જેમાં ભવ્ય શોભાયાત્રા નીકાળેલ, ભારતવર્ષના મહાપુરૂષો ઉપરથી દરેક શેરીનું નામકરણ કરવામાં આવેલ અને વાઘગઢ ગામને આર્થિક યોગદાન આપનાર તથા સતત ગામને સ્વચ્છ અને હરિયાળુ બનાવવામાં સતત ખેવના રાખનાર વડીલો, બહેનો અને માતાઓનું સન્માન કરવામાં આવેલ હતું.ગત તા.૧૬-૪ ને શનિવારે વાઘગઢ ગામે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.આ કાર્યક્રમની વિશેષતા એ જોવા જેવી હતી કે છેલ્લા પંદર દિવસથી આખા ગામને રંગરોગાન કરવા આવી રહ્યું છે. આ સામુહિક કાર્યને ગામ આખાયે હોંશે-હોંશે વધાવીને ગામને વ્હાઇટ હાઉસ જેવું બનાવી દીધેલ છે.

આ વ્હાઇટ હાઉસ બનાવી દેવાની તમામ જવાબદારી મહેન્દ્રભાઈ ભીખાભાઇ બારૈયાએ લીધેલ છે.આ કાર્ય કરવા માટેનો રંગરોગાન કરવાનો તમામ ખર્ચ આર્ય વિદ્યાલયના પ્રમુખ માવજીભાઈ અમરશીભાઈ દલસાણીયાએ લીધેલ છે. હનુમાનજી જયંતિ નિમિત્તે આખા ગામના મહાપ્રસાદના યુવા અને દાતા તેમજ જેઓના દિકરાના ટુંક સમયમાજ લગ્ન છે તો પહેલા મારા ગામને જમાડીને પછી સગાવ્હાલા અને મિત્રોને જમાડી આવી ઉત્તમ ભાવના રાખનાર સવજીભાઈ દેવશીભાઈ બારૈયાએ જવાબદારી લીધેલ. તેમજ ભારતના મહાપુરૂષો ઉપરથી શેરીઓના નામ રાખવા પાછળનું તમામ ખર્ચ ગામ વિકાસમાં હરહંમેશ એકકદમ આગળ એવા કાનજીભાઈ રતનશીભાઈ છત્રોલા દ્વારા કરવામાં આવેલ છે.

આ કાર્યને બિરદાવવા વાઘગઢ ગ્રામ પંચાયતના બિનહરીફ યુવા સરપંચ વલ્લભભાઈ બારૈયા, ઉપસરપંચ જયેશભાઇ અને પંચાયત બોડીના સદસ્ય તથા તલાટી મંત્રી શીતલબેન દ્વારા આ કાર્યમાં સહયોગ આપનાર પચાસ શ્રમદાન કરનાર વડીલો, માતાઓ તથા દાતાનું સન્માન કરવામાં આવેલ હતું. આખા કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ, જગદીશભાઈ અને દેવેન્દ્રભાઈ ફેફર તથા રમણિકભાઈ વડાવીયા દ્વારા કરવામા આવેલ હતું.






Latest News