મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું ભારે કરી: મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર વાંકાનેરના કલાવડી ગામે વાડીના રસ્તા ઉપરથી પથ્થર ઉપાડવા બાબતે વૃદ્ધને તેના સગા ભાઈ સહિત 3 લોકોને પથ્થરના છૂટા ઘા માર્યા હળવદના પ્રતાપગઢ ગામનો બનાવ: છૂટાછેડા થઈ ગયા બાદ મહિલાને તેડી જવા આવેલ પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત પિતા-ભાભી સારવારમાં ટંકારાના નસીતપર ગામે વાડી શ્રમિક યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સૌ પ્રથમ વખત શિવાજી તિલક મહોત્સવનું આયોજન કરાયું


SHARE









મોરબી જિલ્લામાં સૌ પ્રથમ વખત શિવાજી તિલક મહોત્સવનું આયોજન કરાયું
 
મોરબીમાં અનેકવિધ કાર્યક્રમો થકી દેશભક્તિની પ્રબળ ભાવના ઉજાગર કરવા સતત સક્રિય રહેતા ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલ દ્વારા ફરી લોકોમાં દેશભક્તિની ભાવના જાગે તે માટે પુત્રરત્નના વધામણાં બાદ શિવાજી તિલક મહોત્સવનું આયોજન કર્યું હતું.મુળ જામદુધઈ ગામના વતની અને હાલ મોરબી રહેતા અને ક્રાંતિકારી વિચારધારા ધરાવતા રાધેભાઇ પટેલ તથા શીતલબેનને ત્યાં તા.૨-૬-૨૧ને બુધવારના રોજ પુત્રરત્નના વધામણાં થતા રાષ્ટ્રપ્રેમની અનુભૂતિ કરાવી અલગ રીતે પુત્રનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ બાળકનો જન્મ થતાં ગૌત્રીજ કરવામાં આવે છે.ત્યારે રાધેભાઈએ પુત્રનું નામ શિવાજી રાખી તે નિમિત્તે "શિવાજી તિલક મહોત્સવ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
 
જેમાં મોરબીના વાવડી-બગથળા રોડ પર આવેલ સ્વર્ગ પાર્ટી પ્લોટમાં "શિવાજી તિલક મહોત્સવ" નિમિત્તે ભવ્ય દેશભક્તિ લોકડાયરો યોજાયો હતો.જેમાં કલાકાર તરીકે નિકુંલદાન ગઢવી તથા કોમલબેન ચાવડાએ ભારત દેશ માટે આહુતિ આપી પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહિદો તથા ક્રાંતિકારીઓને યાદ કરી દેશભક્તિ ગીતોની રમઝટ બોલાવી હતી. લોકડાયરામાં ઉપસ્થિત લોકોએ પૈસાનો વરસાદ વરસાવ્યો હતો. અને લોકડાયરામાં ૭૫ હજાર જેટલી રકમ એકત્રિત થય હતી જે ક્રાંતિકારી સેના અને કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં વપરાશે. સાથે જ કાર્યક્રમમાં પક્ષીઓ માટે પાણીના કુંડા તથા દાન પેટીનું ફ્રી માં વિતરણ કરવામાં આવ્યું હતું.આ તકે ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલ જણાવ્યું હતું કે, અમારા ગાંભવા પરિવારના આંગણે મારા ઘરે પુત્ર "શિવાજી" નો જન્મ થતાં તે ખુશીમાં અને લોકોમાં દેશભક્તિની ભાવના જાગે અને લોકોને સંદેશો મળે તે માટે "શિવાજી તિલક મહોત્સવ" નું આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિની થીમ્સ સાથે રાખવામાં આવ્યો છે. તેમજ ક્રાંતિકારી સેના દ્વારા દાન પેટી તથા કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ફ્રી માં પક્ષીઓના કુંડાઓનું આ પ્રસંગે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. અત્યારે દેશની અંદર જ્ઞાતિ-જાતિના વિવાદ થય રહ્યા છે. પરંતુ જો દેશભક્તિ અને ક્રાંતિકારી વિચારધારા હશે તો તમામ વર્ણ દેશને આગળ વધારશે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમ થકી લોકોમાં દેશભક્તિની ભાવના જાગશે અને મારા લગ્ન પ્રસંગ બાદ મે પુત્રના વધામણાં પ્રસંગે જે દેશભક્તિ થીમ્સ મુજબ આયોજન કર્યા એનાથી પ્રેરાઇ હાલ ઘણા બધા લોકો પોતાના શુભ પ્રસંગ નિમિત્તે દેશભક્તિના આયોજનો કરી રહ્યા છે.તે ખુશીની વાત છે.





Latest News