માળીયા (મી) તાલુકા ભાજપ બક્ષીપંચ, અનુસુચિત જાતિ અને કિશાન મોરચામાં હોદેદારોની વરણી
વાંકાનેરના વાંઝવાસમાં જુગાર રમતી ચાર મહિલ સહિત સાત પકડાયા
SHARE
વાંકાનેરના વાંઝવાસમાં જુગાર રમતી ચાર મહિલ સહિત સાત પકડાયા
વાંકાનેર શહેરમાં સિટી સ્ટેશન રોડ વાંઝવાસની અંદર જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ચાર મહિલા સહિત કુલ મળીને સાત વ્યક્તિ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૬૨૧૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરની અંદર આવેલ સિટી સ્ટેશન રોડ ઉપર વાઝાવાસમાં મચ્છુ નદીના કાંઠે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જાકીરભાઇ ઉસ્માનભાઈ શેખ, અબ્દુલ કાલુભાઈ ફકીર, અલીયાશઈ નુરશાભાઈ શેખ, રાબિયાબેન રફિકભાઈ ફકીર, હાલીમાંબેન અલિશાનુરશા શેખ અને સહેનાજબેન જાકીરભાઇ ફકીર જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૬૨૧૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી જુગાર
મોરબી શહેરના અયોધ્યાપુરી રોડ ઉપર અલરજા હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે રસીદભાઇ જુમાભાઈ ચૌહાણ જાતે સિપાઈ (ઉંમર 37) રહે. ગેબનશા પીરની દરગાહ પાસે જુના બસ સ્ટેશન મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૧૫૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.