મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરી
SHARE
મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરી
મોરબી સિવિલ હોસ્પિટલમાં પાર્ક કરવામાં આવેલ બાઇકની કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી હાલમાં ભોગ બનેલા આધેડ દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલા મીરા પાર્કમાં રહેતા રાજેશભાઈ શાંતિલાલભાઈ મહેતા જાતે બ્રાહ્મણ (ઉંમર ૫૨) એ ગત તા.૨૮/૩/૨૦૨૨ ના રોજ સાંજના પાંચ વાગ્યે મોરબીની સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં પોતાનું બાઇક નંબર જીજે ૩ એચસી ૧૨૫૦ ને પાર્ક કરીને મૂક્યું હતું જે વીસ હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી ભોગ બનેલા રાજેશભાઈ મહેતાએ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને માટે તજવીજ શરૂ કરી છે.
એક બોટલ દારૂ
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ તેમજ એકટીવા નંબર જીજે ૩ એચ.એલ ૦૪૩૯ જેની કિંમત રૂપિયા ૨૦ હજાર આમ કુલ મળીને ૨૦૩૭૫ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને વિજયસિંહ જેઠુભા રાઠોડ જાતે દરબાર (ઉંમર ૪૧) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ બ્લોક નંબર-૫૨ મોરબી -૨ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તેની પાસે ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.