ટંકારાની ઓઇલ મિલમાં આધેડે કરેલા આપઘાતના બનાવમાં ૧૦ વ્યાજખોરો સામે ગુનો નોંધાયો
મોરબીની પીપળીયા ચોકડીએ મારામારીમાં ઘવાયેલા ત્રણ સારવારમાં
SHARE
મોરબીની પીપળીયા ચોકડીએ મારામારીમાં ઘવાયેલા ત્રણ સારવારમાં
મોરબી તાલુકાના નવલખી હાઇવે ઉપર આવેલી પીપળીયા ચોકડી નજીક ગત રાત્રીના મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઘવાયેલા ત્રણ લોકોને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીપળીયા ચોકડી નજીક ગઇકાલના મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થવાથી પીપળીયા ગામના રહેવાસી ગોરધનભાઈ રઘુભાઈ દેલવાડીયા જાતે દેવીપુજક નામના ૫૫ વર્ષીય આધેડને તેમજ સામેવાળા શાર્દુલભાઇ પોપટભાઇ દેલવાડીયા દેવીપુજક (૫૫) અને ચંપાબેન વિરમભાઈ અઘારીયા દેવીપુજક (૩૫) એમ ત્રણ લોકોને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ એન.જે.ખડીયાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.
વાહન અકસ્માતમાં યુવાનને ઈજા
મોરબી નજીકના મકનસર ગામ પાસે આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતો જીલ મહેન્દ્રભાઈ ભોરણીયા નામનો ૧૭ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે વાંકાનેર હાઇવે ઉપર એકસલ સીરામીકની પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે હળવદ તાલુકાના એંજાર ગામનો વતની વાસુદેવભાઈ જાદવભાઈ ડાભી નામનો ૨૬ વર્ષીય યુવાન ગામની સીમમાંથી ચાલીને જતો હતો ત્યારે કોઈ બાઇક ચાલકે તેને હડફેટે લેતા ઇજાઓ થવાથી વાસુદેવ ડાભીને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.
વાહન અકસ્માતમાં આધેડને ઈજા
જસદણના ખાનપર રોડ ઉપર રહેતા જગદીશ શામજીભાઈ બાવળીયા નામના ૫૫ વર્ષીય આધેડ પોતાની મારુતિવાનમાં બાળકોને સ્કુલે લેવા-મુકવા માટે જતા હતા ત્યારે આટકોટ ચોકડી પાસે તેઓની કાર સાથે અન્ય કાર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલ જગદીશભાઈ બાવળિયાને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યારે હળવદના ધણાદ ગામનો વતની લાલજીભાઈ ભુપતભાઈ પાટડીયા નામના ૨૩ વર્ષીય યુવાનને અજાણ્યા રિક્ષા ચાલકે હડફેટે લેતાં તેને પણ સારવાર માટે મોરબી ખસેડાયો હતો.