ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાની ઓઇલ મિલમાં આધેડે કરેલા આપઘાતના બનાવમાં ૧૦ વ્યાજખોરો સામે ગુનો નોંધાયો


SHARE







ટંકારાની ઓઇલ મિલમાં આધેડે કરેલા આપઘાતના બનાવમાં ૧૦ વ્યાજખોરો સામે ગુનો નોંધાયો

ટંકારામાં આવેલ ઓઇલ મિલની ઓફિસની અંદર આધેડે થોડા દિવસો પહેલા આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતકના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૧૦ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે અને વ્યાજખોરોને તેના પૈસા અને વ્યાજની રકમ આપી દીધી હોવા છતાં પણ વ્યાજખોરો દ્વારા રૂબરૂ મળીને અવાર નવાર પૈસા અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ફરિયાદીના પિતાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરેલ છે માટે હાલમાં પોલીસે ૧૦ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના ટંકારામાં લક્ષ્મી સોસાયટી શેરી નં-૧૬ માં રહેતા કિશનભાઇ જગદીશભાઈ જીવાણી (ઉંમર ૨૪) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અશ્વિનભાઈ બાબુભાઈ મસોત રહે. લજાઈ, દિલુભા કણુભા ઝાલા ગુરુકૃપા ફાયનાન્સ મોરબી, બાબાલાલ બોરીચા રહે. મીતાણા, વિક્રમ જેઠાભાઇ બોરીચા રહે. મિતાણા, માંડાભાઇ ભરવાડ રાજશક્તિ પાન ટંકારા, દિપકભાઈ રાણાભાઈ ભરવાડ રહે. ટંકારા, સંજયભાઈ રાણાભાઈ ભરવાડ રહે. ટંકારા, નવઘણ રાણાભાઈ ભરવાડ રહે. ટંકારા,  મુન્નાભાઈ તલાશવાળા રહે. રામપર અને ભલાભાઇ ધારાભાઇ ભરવાડ રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી ટંકારા વાળાની સામે પોતાના પિતાને મળવા માટે મજબૂર કર્યા હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે. 

જેમાં ફરિયાદીએ લખવ્યું છે કે, તેના પિતાએ આરોપીઓ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને પૈસા તેમજ મુદ્દલ આપી દીધેલ હોવા છતાં પણ અવારનવાર વ્યાજખોરો દ્વારા તેને રૂબરૂ મળીને પૈસા તેમજ વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કરીને તેના પિતાએ ગત તા.૧૮/૪/ ના રોજ પ્રભુ ચરણ આશ્રમ પાસે આવેલ તેના મિત્રની રાજેશ્વરી ઓઇલ મીલની ઓફિસમાં દોરડા વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ૧૦ વ્યાજખોરોની સામે આઇપીસી કલમ ૩૦૬, ૫૦૬(૨) તેમજ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫, ૩૩(૩), ૪૦ અને ૪૨ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.






Latest News