મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ૧૧ બોટલ દારૂ પકડાયો, આરોપીની શોધખોળ


SHARE













મોરબીમાં રહેણાંક મકાનમાંથી ૧૧ બોટલ દારૂ પકડાયો, આરોપીની શોધખોળ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીમાં આવેલ રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી જેને આધારે ત્યાં રેડ કરવામાં આવતા રહેણાંક મકાનમાંથી ૧૧ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જોકે ઘરધણી હાજર મળી આવેલ ન હોય તેની શોધખોળ હાથ ધરવામાં આવેલ છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે સામાકાંઠે સોઓરડી પાસેના વરીયાનગર વિસ્તારમાં રહેતા જયદીપ ઉર્ફે જયુ બેચર ચાંઉ નામના બુટલેગરના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી ત્યારે મકાનના સ્ટોરરૂમમાં ચેક કરતાં ત્યાંથી બાતમી મુજબ ૧૧ બોટલ વિદેશી દારૂ મળી આવી હતી જેથી હાલમાં રૂપિયા ૪૧૨૫ ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરીને ઘરધણી જયદીપ બેચર ચાંઉ નામના ઇસમની સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.જ્યારે મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા વિજયસિંહ જેઠુભા રાઠોડ જાતે દરબાર નામનો ૪૧ વર્ષીય યુવાન એક્ટિવામાં જતો હતો ત્યારે શંકાના આધારે પોલીસે તેને અટકાવવી તેની તલાસી લેવામાં આવતા એકટીવામાંથી એક બોટલ દારૂ મળી આવતા રૂપિયા ૩૭૫ ની કિંમતનો દારૂ અને ૨૦ હજારનું એકટીવા એમ કુલ ૨૦,૩૭૫ ની કિંમતના મુદ્દામાલ સાથે હાલમાં વિજયસિંહ રાઠોડની પણ દારૂના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.

વૃદ્ધને સારવારમાં રાજકોટ ખસેડાયા

મોરબીની રવાપર કેનાલ ચોકડી પાસેથી આશરે ૬૦ વર્ષીય અજાણ્યા વૃદ્ધ પડી જતા કે કોઈ રીતે બેભાન થઈ ગયેલી હાલતમાં તેઓને ૧૦૮ વડે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અહીં પ્રાથમિક સારવાર આપીને તેઓને વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે હાલ એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતો મનીષ લાભુભાઈ વરસડા નામનો ૪૦ વર્ષીય યુવાન પાવડીયારી કેનાલ પાસેથી પગપાળા જતો હતો તે સમયે કોઇ અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા મનિષ વરસડાને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી નજીક જ મોટર સાયકલમાં જતા સમયે મોટર સાયકલ સ્લીપ થઇ જતાં ઇજાઓ થવાથી વૈજંતીબેન મહેશભાઈ કેવટ નામની ૧૭ વર્ષીય યુવતીને પણ સારવાર માટે મોરબી ખસેડવામાં આવી હતી.








Latest News