મોરબીમાં રહેણાંક મકાનમાંથી ૧૧ બોટલ દારૂ પકડાયો, આરોપીની શોધખોળ
મોરબીની સરકારી કર્મચારી સોસાયટીમાં મકાન પચાવી પાડનારા ભાડુઆત લેન્ડ ગ્રેબિંગ હેઠળ જેલ હવાલે
SHARE
મોરબીની સરકારી કર્મચારી સોસાયટીમાં મકાન પચાવી પાડનારા ભાડુઆત લેન્ડ ગ્રેબિંગ હેઠળ જેલ હવાલે
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સરકારી કર્મચારી સોસાયટીમાં યુવાને તેનું મકાન ભાડે આપ્યું હતું. બાદ ભાડુઆત દ્વારા ભાડાની રકમ ન આપીને તેમજ ભાડા કરાર પૂરો થયો હોવા છતાં મકાન ખાલી ન કરીને ગેરકાયદેસર રીતે મકાન ઉપર કબ્જો ચાલુ રાખતા મકાન માલિક દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમા પોલીસે હાલમાં એકની ધરપકડ કરી જેલ હવાલે કરેલ છે.
મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં આવેલ અક્ષર વિહાર સાંઈનગર ખાતે રહેતાં ચિરાગભાઈ ભગવાનજીભાઈ પરસાણીયા જાતે મિસ્ત્રી (ઉંમર ૩૫) એ સીટી બી ડીવીજન પોલીસ મથકે યુનુસભાઇ અલીભાઇ પલેજા રહે.મોરબી સરકારી કર્મચારી સોસાયટી પ્લોટ નંબર-૧૩ બ્લોક નંબર-૭ તેમજ તેની સાથે આ મકાનમાં ગેરકાયદેસર રહેતા તેમના પરિવારના સભ્યો તથા તપાસમાં ખૂલે તે તમામ સામે ફરીયાદ નોંધાવકા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવામાં આવી હતી.ફરીયાદી ચિરાગભાઇએ પોતાની માલિકીનું સરકારી કર્મચારી સોસાયટીમાં આવેલ મકાન યુનુસને તા.૨૭-૧૦-૨૧ થી ભાડે આપ્યું હતું અને ભાડાની રૂા.૧.૧૫ લાખ જેવી રકમ ચડી ગયા છતા પૈસા આપ્યા ન હતા અને ભાડા કરાર પૂરો થયો હોવા છતાં મકાન ખાલી ન કરીને ગેરકાયદેસર કબ્જો જમાવ્યો હતો.ઉપરોક્ત કેસની તપાસ મદદનીશ પોલીસ અધિક્ષક અતુલ બંસલ ચલાવી રહ્યા હોય તેઓએ તા.૧૯-૪ ના બપોરે એકાદ વાગ્યે આરોપી યુનુસ અલી પલેજા જાતે સંધિ (૪૮) હાલ રહે.કર્મચારી કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી નિર્મલજયોત પેટ્રોલ પંપ સામે નેશનલ હાઇવે મોરબી-૨ ની ઉપરોકત ગુનામાં ધરપકડ કરીને તેને જેલ હવાલે કરેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે આવેલા અનંતનગર વિસ્તારમાં રહેતા અનિરુદ્ધસિંહ રણજીતસિંહ જાડેજા નામના ૪૦ વર્ષીય યુવાન સામાકાંઠે આવેલા અરુણોદયનગર વિસ્તારમાંથી પગપાળા જતા હતા ત્યારે તેઓને રસ્તામાં કોઈ બાઈક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત અનિરુદ્ધસિંહને સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા રહેતો જીતેન્દ્ર પરસોતમ વરાણિયા નામનો ૨૫ વર્ષીય યુવાન બાઈક લઇને જતો હતો તે દરમિયાન તે તેના રહેણાંક વિસ્તાર નજીક બાઇકમાંથી પડી જતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગરે આગળની તપાસ હાથ ધરી છે.
મારામારીમાં ઇજા
મોરબીના માળીયા હાઈવે ઉપર ભરતનગર ગામની પાસે આવેલ લીયોલી સિરામિકમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવવા ઇજાઓ થવાથી હરિનંદસિંગ રણબીરસિંગ (ઉમર ૨૨) હાલ રહે.શિવમ હાઇટસ એસાર પંપ સામે ત્રાજપર મોરબી-૨ ને ઇજાઓ થતા તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.જ્યારે વાંકાનેર તાલુકાના વાલાસણ ગામનો રહેવાસી પ્રવીણ રાયધનભાઈ ફુલતરીયા નામનો ૩૫ વર્ષીય યુવાન રફાળેશ્વરથી પરત પોતાના ગામ વાલાસણ જતો હતો તે સમયે રફાળેશ્વર ચોકડી નજીક તેનું બાઇક સ્લીપ થઇ જવાનો બનાવ બન્યો હતો જે અકસ્માત બનાવમાં ઇજાઓ થતા તેને પણ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.