મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રના લાભાર્થે લૂઈબ્રેઈલ વાદ્યવૃંદનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રના લાભાર્થે લૂઈબ્રેઈલ વાદ્યવૃંદનો કાર્યક્રમ યોજાયો

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર ખાતે લૂઈબ્રેઈલ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપ ચાલુ છે જેના લાભાર્થે રવાપર ચોકડી પાસે આવેલ સ્વાગત હોલ ખાતે બોલિવૂડ મ્યુઝિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રમાં રહેતા ભાઈઑ અને બહેનો દ્વારા જુદાજુદા ગીત રજૂ કર્યા હતા અત્રે ઉલેખનીય છે કે, કોઈના ઉપર નિર્ભર નહીં રહેતા પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના લોકો આત્મનિર્ભર બની રહ્યા છે અને કોઈને કોઈ કારખાનામાં નોકરી કરીને રોજગારી મેળવે છે આટલું જ નહીં લૂઈબ્રેઈલ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપ ચાલુ કરીને તેઓ દ્વારા જુદા જુદા ફંક્શનમાં જેમ કે લગ્ન સમારોહ, નવરાત્રી મહોત્સવ સહિતના કાર્યક્રમોમાં પોતાની કલાને રજૂ કરવામાં આવે છે અને જે કંઈ આવક થાય છે તેનો ઉપયોગ પ્રજ્ઞાચક્ષુઓ ભાઈ બહેનો માટે કરવામાં આવે છે આ પ્રજ્ઞાચક્ષુને મદદરૂપ બનવા માટે યોજવામાં આવેલ બોલીવુડ મ્યુઝિકલ નાઇટ કાર્યક્રમને સફળ બનાવવા માટે સિદ્ધાર્થભાઈ જોશી (ગણેશ સિમેન્ટ), ભાવેશભાઈ મણિયાર (ક્રિષ્ના કલર કેમ) દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે વિટ્રીફાઈડ એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, વોલ ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ હરેશભાઇ બોપલીયા, જાણીતા બિલ્ડર અને ઉદ્યોગપતિ પરેશભાઈ પટેલ સહિતનાઓએ હાજરી આપી હતી અને ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો હજાર રહ્યા હતા અને પ્રજ્ઞાચક્ષુઓને મદદરૂપ થવા માટે પરેશભાઈ પટેલે તમામ પ્રકારની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી








Latest News