મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રના લાભાર્થે લૂઈબ્રેઈલ વાદ્યવૃંદનો કાર્યક્રમ યોજાયો
મોરબી તાલુકાનું ચાંચાપર ગામ બારે મહિના સિંચાઇના પાણી માટે કોઈના ઉપર નિર્ભર નહીં પરંતુ આત્મનિર્ભર !
SHARE
મોરબી તાલુકાનું ચાંચાપર ગામ બારે મહિના સિંચાઇના પાણી માટે કોઈના ઉપર નિર્ભર નહીં પરંતુ આત્મનિર્ભર !
સામાન્ય રીતે ઉનાળુ પાક માટે થઈને સિંચાઈના પાણી માટેના પોકાર ગામો ગામથી ઉઠતાં હોય છે પરંતુ જો વાત કરીએ મોરબીના ચાંચાપરની તો, આ ગામ સિંચાઇના પાણી માટે આત્મનિર્ભર ગામ બન્યું છે વર્ષો પહેલા ગામની આસપાસ આગેવાનોએ બનાવેલા ચેકડેમ અને તળાવમાં વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ હોય છે જેથી કરીને ખેડૂતોને તેમાંથી સિંચાઇ માટે પુરતા પ્રમાણમાં પાણી મળી રહે છે
જો ખેડૂતોને સિંચાઇ માટેનું પૂરતા પ્રમાણમાં પાણી મળે તો ખેડૂત અને ખેતી બંને સમૃદ્ધ બને છે તેની સાથોસાથ ગામ પણ સમૃદ્ધ બને છે આ વાતને સાર્થક કરી છે મોરબી નજીકના ચાંચાપર ગામના સ્વ. ઓધવજીભાઈ આર. પટેલે કે જેમણે વર્ષો પહેલા આ ગામ અને ગામના ખેડૂતો સમૃદ્ધ બને તેના માટેની દીર્ધ દ્રષ્ટિ રાખીને ગામની પાસેથી પસાર થતી નદી ઉપર ચેકડેમ બનાવવાનું આયોજન કર્યું હતું અને વર્ષ ૧૯૮૬ માં દુષ્કાળ પડ્યો હતો ત્યારે ગામના લોકોએ કામ કરીને કે ચેકડેમ અને તળાવ બનાવ્યા હતા તેમાં આજની તારીખે પાણી ભરયેલું રહે છે જેથી કરીને તેમાં દર વર્ષે ચોમાસામાં પડતા વરસાદમાંથી વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો સંગ્રહિત થાય છે અને તેના થકી ખેડૂતો બારે મહિના ખેતીના પાક લઈ શકે છે તેવું માજી સરપંચ પ્રાણજીવનભાઈ ફેફરે જણાવ્યુ છે
આ ગામના રહેવાસી ખેડૂત નાનજીભાઈ ભગવાનજીભાઈ સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, વર્ષો પહેલા ચાચાપર ગામની આસપાસમાં સિંચાઇ માટેની કોઇ વ્યવસ્થા નથી જેથી કરીને ખેડૂતો માત્ર ચોમાસુ પાક લઈ શકતા હતા અને તેમાં પણ જો ભારે વરસાદ કે નહીવત વરસાદ થાય તો ખેડૂતોએ કરેલી મહેનત, મજૂરી અને ખર્ચા માથે પડતા હતા અને પાક નિષ્ફળ જતા હતા પરંતુ છેલ્લા વર્ષોમાં જે સિંચાઇ માટેની સુવિધા ઊભી કરવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેના કારણે આજની તારીખે ખેડૂતો સારી રીતે ન માત્ર ચોમાસું પરંતુ શિયાળુ અને ઉનાળુ પાક પણ લઈ રહ્યા છે અને પાણીની પૂરતી વ્યવસ્થા ખેડૂતોને મળતી હોવાથી ખેડૂતોનો દરેક સિઝનનો પાક લઈને સમૃદ્ધ બની રહ્યા છે આજની તારીખે ડેમી નદીમાં આઠ જેટલા ચેકડેમ અને ત્રણ તળાવ છે જેમાં પાણી ભરેલ છે
ચાચાપર ગામના આગેવાન રમેશભાઈ અવચરભાઇ ભીમાણી સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, છેલ્લા વર્ષોમાં જે રીતે ચાચાપર ગામની અંદર સિંચાઈના પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને સ્થાનિક લેવલે જ સિંચાઇ માટેનું પાણી મળી રહે તેવું કામ કરવામાં આવ્યું છે તે જોવા માટે ન માત્ર મોરબી અને રાજકોટ પરંતુ કચ્છ અને અન્ય જિલ્લાઓમાંથી પણ ત્યાંના ખેડૂતો આવતા હોય છે અને ખાસ કરીને અહીંના આગેવાનો દ્વારા વર્ષો પહેલા જે પાણી માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેના મીઠા ફળ હાલમાં અહીંના ખેડૂતોને મળી રહ્યા છે અને તે વ્યવસ્થાના કારણે ખેડુતો અને ખેતી બંને સમૃદ્ધ બન્યા છે ત્યારે અહીં ખેડૂતોની સમૃદ્ધિને જોઈને બીજા જિલ્લાના ખેડૂતો પણ પોતાના વિસ્તારમાં આવી જ રીતે પાણીના સ્ત્રોતને મજબૂત કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે
ચાચાપર ગામના ખેડૂત પ્રાણજીવનભાઈ ચકુભાઈ સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, પહેલા કપાસ, મગફળી, બાજરો સહિતના આજે રૂટીન પાક લેતા હોય છે અને આ પાક લેવા માટે સિંચાઈના પાણીની વ્યવસ્થા ખૂબ જ જરૂરી હોય છે અને કોઈ ઉપર નિર્ભર ન રહેતાં ગામના સ્વ. ઓ.આર. પટેલ સહિતના આગેવાનોએ અંદાજે વીસ વર્ષ કરતાં પહેલા ગામ આત્મનિર્ભર બને તેના માટે જે આયોજન કર્યું હતું તેના ભાગરૂપે આજે ઉનાળો શરૂ થઇ ગયો છે અને ઉનાળાના દિવસોમાં ગરમી પણ વધુ પડી રહી છે તેમ છતાં પણ ગામની આસપાસના આવેલા ચેકડેમ અને તળાવની અંદર વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો પડેલો છે જેમાંથી સિંચાઇ માટે ખેડૂતોને પાણી મળે છે તે ઉપરાંત ગામના લોકોને વપરાશ માટે તેમજ માલધારીઓને માલ ઢોર માટે પાણી મળી રહેતું હોય છે આમ જોવા જઈએ તો ચાચાપર ગામમાં જે વ્યવસ્થા ઊભી કરાઇ છે તેવી પાણી માટેની વ્યવસ્થા ગામોગામ ઊભી કરવામાં આવે તે હવે અનિવાર્ય છે
એવું કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ કદાચ પાણી માટે થશે પરંતુ જો પાણી માટે થનાર યુદ્ધને રોકવું હોય તો મોરબી તાલુકાનાં ચાચાપર ગામના આગેવાનો દ્વારા જે રીતે ચોમાસામાં પડતા વરસાદના પાણીને રોકીને જળસ્ત્રોત ઉંચા લાવવા માટે અને સિંચાઇના પાણી માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેવી વ્યવસ્થા ગુજરાતના દરેક ગામની અંદર કરવામાં આવે તો જે દર વખતે ઉનાળાની સિઝનમાં ઉનાળુ પાક લેવા માટે થઈને ખેડૂતો નર્મદાની કેનાલ ઉપર આધાર રાખે છે તેમાંથી મુક્તિ મળી શકે તેમાં છે તેવું ગામના મહિલા સરપંચ સંગીતાબેન ભીમાણીએ જણાવ્યુ છે
વધુમાં તેને કહ્યું હતું કે, ચાચાપર ગામની આસપાસમાં જે રીતે ચેકડેમ અને તળાવ બનાવીને ચોમાસામાં વહી જતાં પાણીને રોકવા માટેનું ઉત્તમ કામ કરવામાં આવ્યું છે તેના લીધે ખેડૂત, ખેતી અને ગામ સમૃદ્ધ બનેલ છે આટલું જ નહીં પાણી રોકાવાના લીધે જળ સ્ત્રોત પણ ઊંચા આવેલ છે અને ખેડૂતોને બારે મહિના સિંચાઈનું પાણી મળી રહે છે જો આવી વ્યવસ્થા ગામોગામ ઊભી થશે તો તેના કારણે ગુજરાતમાં પાણીની જે માંગ રહે છે તેમાં ઘટાડો થશે અને ખેડૂતોને બારે માસ તેના ઘર આંગણેથી જ સિંચાઇ માટેનું પાણી મળી રહેશે અને તે પણ ઓછા ખર્ચે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી