મોરબી જિલ્લાના ૪૨ બિલ્ડીંગમાં ૧૩૪૯૬ ઉમેદવારો આપશે રવિવારે જીપીએસસીની પરીક્ષા
SHARE
મોરબી જિલ્લાના ૪૨ બિલ્ડીંગમાં ૧૩૪૯૬ ઉમેદવારો આપશે રવિવારે જીપીએસસીની પરીક્ષા
જીપીએસસી દ્વારા બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલયના ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને રવિવારે આ પરીક્ષા લેવામાં આવનાર છે ત્યારે મોરબી જિલ્લાના ૪૨ બિલ્ડીંગમાં ૧૩૪૯૬ ઉમેદવારોની બેઠક વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે.
આગમી રવિવારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલયના ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષા લેવામાં આવનાર છે ત્યારે પરીક્ષાના શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ તેના માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને સ્ટાફને જરૂર તાલીમ મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક સ્કૂલ ખાતે આપવામાં આવી હતી અને આ પરીક્ષાનો સમય ૧૧ થી ૧ સુધીનો છે અને જિલ્લામાં ૪૨ બિલ્ડિંગમાં કુલ ૪૫૦ બ્લોકમાં ૧૩૪૯૬ ઉમેદવારો પરીક્ષા આપવાના છે