મોરબી તાલુકાનું ચાંચાપર ગામ બારે મહિના સિંચાઇના પાણી માટે કોઈના ઉપર નિર્ભર નહીં પરંતુ આત્મનિર્ભર !
મોરબીના રફાળેશ્વર પાસે કારખાનામાં વીજ શોટ લાગતા યુવાનનું મોત
SHARE
મોરબીના રફાળેશ્વર પાસે કારખાનામાં વીજ શોટ લાગતા યુવાનનું મોત
મોરબી નજીકના રફાળેશ્વર ગામથી પાનેલી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતા કારખાનામાં કામગીરી દરમિયાન વીજ શોટ લાગતા યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતથી મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતો સંતોષકુમાર મહેતા (ઉંમર 30) નામનો યુવાન રફાળેશ્વર ગામથી પાનેલી તરફ જવાના રસ્તા ઉપર આવેલ આર્કેટ માઈક્રોન નામના કારખાનામાં ફિલ્ટર પ્રેસ વિભાગમાં કામગીરી કરી રહ્યો હતો ત્યારે ગઈકાલે તેને ઈલેક્ટ્રીક સોટ લાગ્યો હતો જેથી સંતોષકુમાર મહેતાનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતથી મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી