રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીના બગથળા અને લીલાપર ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર રેડ: બે ઝડપાયા


SHARE







મોરબીના બગથળા અને લીલાપર ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર રેડ: બે ઝડપાયા

મોરબી તાલુકામાં પોલીસ દ્વારા જુદી જુદી બે જગ્યા ઉપર દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર રેડ કરવામાં આવી હતી જેમાં બગથળા ગામની સીમ અને લીલાપર રોડ ઉપર દિવ્યાંગ પેપર મીલ પાછળના ભાગમાંથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ હતી જેથી કરીને પોલીસે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો તેમજ અન્ય મુદ્દામાલને કબજે કરીને કુલ મળીને બે શખ્સોની ધરપકડ કરેલ છે

મોરબીના લીલાપર રોડ ઉપર દિવ્યાંગ પેપરની પાછળના ભાગમાં બાવળની કાંટમાં દેશી દારૂ બનાવવાની બધી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૪૦૦ લીટર ઠંડો આંખો તેમજ ૨૦ લિટર તૈયાર દેશી દારૂ આ ઉપરાંત ગેસનો ચૂલો, ગેસનો બાટલો, ગેસની નળી અને અન્ય મુદ્દા મળીને ૨૭૬૦ રૂપિયાના મુદ્દામાલ સાથે હાલમાં પોલીસે નરેશભાઈ બીજલભાઈ ડાંગરોચા જાતે કોળી (ઉંમર ૩૨) રહે. લીલાપર રોડ વાળાની ધરપકડ કરેલ છે આવી જ રીતે મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં રણુજા જવાના રસ્તા ઉપર દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી કુલ મળીને ૬૭૦ લીટર દેશીદારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો, ૭૫ લિટર તૈયાર દેશી દારૂ, ૪૦૦ કિલો અખાદ્ય ગોળ અને ભઠ્ઠીના સાધનો જેમાં ગેસનો બાટલો, ગેસનો ચૂલો, ગેસની નળી વગેરે મળીને પોલીસે સ્થળ ઉપરથી ૯૬૭૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં ધનેશભાઈ ઉર્ફે મુન્નો ધીરુભાઈ સરવૈયા જાતે કોળી (ઉંમર ૩૬) રહે. બગથળા ગામ પાણીના ટાંકા સામે વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે




Latest News