મોરબીના બગથળા ગામે રામજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જિગ્નેશભાઈ મેવાણીને મુક્ત કરવાની કરાઇ માંગ
SHARE
મોરબી જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જિગ્નેશભાઈ મેવાણીને મુક્ત કરવાની કરાઇ માંગ
ગુજરાત વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીની રાજકીય કિન્નાખોરી રાખી આસામ રાજ્ય સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવી છે જેથી મોરબી જિલ્લા કલેક્ટર મારફતથી ગુજરાત રાજ્યના રાજયપાલને આ મુદે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, દલિત સમાજના પ્રાણ પ્રશ્નોને હંમેશા વાચા આપનાર ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીની રાજકીય કિન્નાખોરી રાખીને તા.૨૦/૪ ના રોજ આસામ પોલીસે કોઈપણ ગુના વગર ધરપકડ કરી છે જેથી ગુજરાતમાં તેમજ મોરબી જીલ્લામાં અનુસૂચિત સમાજના લોકોમાં રોષની લાગણી છે અને આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ છે અને જિગ્નેશભાઈને વહેલી તકે મુક્ત કરવાની માંગ સાથે મોરબી જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ અશ્વિનભાઈ પરમારની આગેવાની કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું