મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબી મહેશ્વરી સમાજના પ્રમુખ તરીકે ઉમેશભાઈ કચોરીયાની વરણી


SHARE













મોરબી મહેશ્વરી સમાજના પ્રમુખ તરીકે ઉમેશભાઈ કચોરીયાની વરણી

મોરબી મહેશ્વરી સમાજની તાજેતરમાં મીટીંગ યોજાઇ હતી જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે ઉમેશભાઈ કચોરીયાની વરણી કરવામાં આવેલ છે.

મોરબી મહેશ્વરી સમાજની જનરલ મીટીંગ યોજાઇ હતી જેમાં હાજર કારોબારી સભ્યો દ્વારા સર્વાનુમતે પ્રમુખ તરીકે ઉમેશભાઈ ઘનશ્યામભાઈ કચોરીયા (ઘનશ્યામ ટ્રેડર્સ) ની વરણી કરવામાં આવી હતી.જ્યારે ઉપપ્રમુખ તરીકે હરીશભાઇ ચંદીરામ કૈલાની, મંત્રી તરીકે જયસુખભાઇ કૈલાની, ખજાનચી તરીકે પિયુષભાઈ કૈલાની તેમજ અન્ય કારોબારી સભ્યોની સર્વ સહમતિથી વરણીઓ કરવામાં આવી હતી.મોરબી મહેશ્વરી સમાજના પ્રમુખ તરીકે વરણી પામેલા ઉમેશભાઈ ઘનશ્યામભાઈ કચોરીયા હાલમાં મોરબી ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશનના પણ પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સમાં પણ તેઓ સહમંત્રી તરીકે ફરજ નિભાવી રહ્યા છે. તેઓનો મોબાઈલ નંબર ૯૪૨૬૯ ૧૫૨૩૪ છે. નવા હોદેદારોને સર્વે તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

લઘુમતી મોરચાની ટીમ જાહેર

મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર – વિમર્શ કરીને માળીયા (મી) તાલુકા લઘુમતી મોરચાની ટીમને જાહેર કરેલ છે જેમાં પ્રમુખ કાદરબાપુ ઈસ્માઈલભાઈ સૈયદ મહામંત્રી આમદભાઈ સુલેમાનભાઈ સુમરા, ઉપપ્રમુખ અનવરભાઈ હબીબભાઈ સામતાણી અને હનીફભાઈ જુસબભાઈ ભટ્ટી, મંત્રી તરીકે અજરુદીનભાઈ જામ, ગનીભાઈ ઈસાકમાઈ ભટ્ટી, સલીમભાઈ દાઉદભાઈ જેડા અને અલ્યાસભાઈ હાજીભાઈ માલાણી તેમજ કોષાધ્યક્ષ તરીકે રસુલભાઈ સદીકભાઈ સુમરાની વરણી કરવામાં આવી છે.








Latest News