મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના લખધીરવાસ ચોકમાં પદુભા ઝાલા પરિવાર દ્વારા સર્વ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન


SHARE







મોરબીના લખધીરવાસ ચોકમાં પદુભા ઝાલા પરિવાર દ્વારા સર્વ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન

મોરબીના લખધીરવાસ ચોક વાંકાનેર દરવાજા પાસે સર્વજ્ઞાતિય સર્વ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું તા.૨૪-૪ થી તા.૩૦-૪ દરમિયાન આયોજન કરવામાં આવેલું છે.

મોરબીના લખધીરવાસ વિસ્તારના સેવાભાવી, કર્મઠ આગેવાન અને કથાના મુખ્ય યજમાન પ્રદ્યુમનસિંહ ખુમાનસિંહ ઝાલા (પદુભા) પરિવાર તેમજ લખધીરવાસ ચોક દ્વારા આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.સર્વજ્ઞાતિય અને સર્વ પિતૃઓના મોક્ષાર્થે આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયેલ છે.જેમાં જાણીતા કથાકાર નિખીલભાઈ જોશી સંગીતમય શૈલીમાં શ્રદ્ધાળુઓને કથાનું રસપાન કરાવશે.ભાગવત સપ્તાહ તા.૨૪-૪ થી ૩૦-૪ સુધી ચાલશે.જેમાં તા.૨૪-૪ ને રવિવારે બપોરે ૩ વાગ્યે જેઇલ રોડ ઉપર આવેલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ખાતેથી પોથીયાત્રા શરૂ થશે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે.

ત્યારબાદ તા.૨૪ ને રવિવારના બપોરે ૪ વાગ્યાથી કથા શરૂ થશે.કથા દરરોજ બપોરના ૩ થી ૭ દરમિયાન યોજાનાર છે.તા.૨૬ ના રોજ નૃસિંહ પ્રાગટ્ય, તા.૨૭ ના રોજ વામન પ્રાગટ્ય, કૃષ્ણ પ્રાગટ્ય અને રામ પ્રાગટ્ય મહોત્સવો ધામધૂમથી ઉજવાશે.ત્યારે તા.૨૮ ના રોજ ગોવર્ધન લીલા અને તા.૨૯ ના રોજ રૂક્ષ્મણી વિવાહ બાદ તા.૩૦-૪ ને શનિવારના રોજ કથા પૂર્ણાહુતિ થશે.જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને લાભ લેવા માટે કથાના મુખ્ય આયોજક પ્રદ્યુમનસિંહ ખુમાનસિંહ ઝાલા (પદુભા) તેમજ લખધીરવાસ ચોક મિત્ર મંડળ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે. વધુ માહિતી માટે વિમલભાઈ દવે મોબાઈલ નંબર ૯૮૭૯૨ ૭૬૫૬૯ અને પદુભા મોબાઈલ નંબર ૯૯૭૯૬ ૭૩૯૭૩ નો સંપર્ક કરવા માટે યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News