મોરબીના લખધીરવાસ ચોકમાં પદુભા ઝાલા પરિવાર દ્વારા સર્વ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન
મોરબીમાં કિરણ ખોખાણીની હાજરીમાં આપનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં કિરણ ખોખાણીની હાજરીમાં આપનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા પ્રભારી સીવાજીભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાની હેઠળ બાયપાસ રોડ ઉપર આવેલ ઉમા રિસોર્ટ ખાતે જન સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સુરતના કોર્પોરેટર અને યુટ્યુબ ફેમ કિરણ ખોખાણી (રમતા જોગી) હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં આવનારી વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને કહ્યું હતુ કે, લોકોની સાથે ચર્ચા કરીને તેની સમસ્યાને જાણીને તેનું નિરાકરણ લાવવાનું કામ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે અને જો દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી સુશાસન આપી શકે તો ગુજરાતમાં કેમ નહીં તેવું કહીને આગેવાનો, હોદેદારો અને કાર્યકરોને કોઈપણ પ્રકારના સંદેહ વગર અત્યારથી જ કામે લાગી જવા માટે હાકલ કરી હતી