મોરબીમાં કિરણ ખોખાણીની હાજરીમાં આપનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની દીકરીના જન્મદિને પરશુરામધામમાં સીસીટીવી કેમેરા અર્પણ
SHARE
મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની દીકરીના જન્મદિને પરશુરામધામમાં સીસીટીવી કેમેરા અર્પણ
મોરબીમાં છેલ્લા ઘણા સમયથી આર્થિક રીતે સંપન્ન પરિવારો દ્વારા દીકરા દીકરીઓના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલાની દીકરી રાગીનો જન્મદિવસ હોય માતા પિતા દ્વારા મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે ૧.૦૫ લાખ રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવી આપવામાં આવેલ છે જેથી મોરબી પરશુરામ ધામના ભૂપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા, હસુભાઈ પંડ્યા સહિતના આગેવાનો તેમજ બ્રહ્મ સમાજના આગેવાનોએ રાગીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવીને જીવનમાં તે ઉતારોતર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવે હતી વધુમાં જીગ્નેશભાઈ કૈલાએ જણાવ્યુ હતુ કે, આપણી સંસ્કૃતિમાં નર્મદાની પરિક્રમાનું અનેરૂ મહત્વ છે માટે નર્મદાની પરિક્રમા કરનાર દરેક પરિક્રમાવાસીઑ માટે દહેજ ગામ ખાતે ચલાવવામાં આવતા અન્નક્ષેત્રમાં તેઓએ પરિવાર સાથે જઈ પરિક્રમાવાસીઓની સેવા કરી હતી