મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની દીકરીના જન્મદિને પરશુરામધામમાં સીસીટીવી કેમેરા અર્પણ
મોરબી જિલ્લાની ૪૨ શાળાઓમાં લેવાનાર ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
SHARE
મોરબી જિલ્લાની ૪૨ શાળાઓમાં લેવાનાર ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન-સચિવાલય કલાર્ક અને સચિવાલય સંવર્ગના ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષા તા.૨૪/૪ના લેવાનાર છે આ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા શાંતિપૂર્વ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઈપણ જાતની રૂકાવટ ન આવે અને કાયદો વ્યવસ્થા જળવાઈ તે માટે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડ્યું છે.
આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લામાં જાહેર કરવામાં આવેલ ૪૨ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર (સો મીટર) ના વિસ્તારમાં તા.૨૪/૪ રવિવારના રોજ ૧૦:૦૦ થી ૧૪:૦૦ કલાક સુધી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લઈ જવો નહી તેમજ પરીક્ષા કેન્દ્રોની વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે. આ જાહેરનામું સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિ કે વ્યક્તિ સમુહ, તેમજ ઓળખપત્ર ધરાવતા પરીક્ષાર્થીઓને તેમજ પરીક્ષા કાર્યમાં રોકાયેલ તમામ વ્યક્તિઓને(પરીક્ષાર્થીઓ મોબાઈલ ફોન સાથે લઈ જઈ શકશે નહિ), ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, સ્મશાન યાત્રાને લાગુ પડશે નહિ.