મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

વાકાંનેર તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનો ૧૮૪૮ લાભાર્થીઓએ લાભ લીધો


SHARE













વાકાંનેર તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનો ૧૮૪૮ લાભાર્થીઓએ લાભ લીધો

ભારત સરકાર અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા યોજાઇ રહેલા આરોગ્ય મેળામાં યુનિક હેલ્થ કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ, વિવિધ વિભાગોના તજજ્ઞો દ્વારા નિદાન, લેબોરેટરી સેવા, પાયાની આરોગ્ય સેવાઓ, મફત દવાઓ, નિરામય ગુજરાત અંતર્ગત ડાયાબિટીસ, બી.પી., કેન્સર, માનસીક રોગોનું નિદાન ઉપરાંત ચેપી અને બિનચેપી રોગોના અટકાયતી ઉપાયો અંગેની માહિતી આ આરોગ્ય મેળામાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. વાકાંનેર તાલુકા કક્ષાના આરોગ્ય મેળામાં કુલ ૧૮૪૮ લાભાર્થીઓએ લાભ લીધો હતો. અને લાભાર્થીઓએ જનરલ ચેક-અપ, ફેમિલી પ્લાનીંગ, ગાયનેક, એઇડ્સ કાઉન્સેલીંગ, અસ્થમા, મેડીસીન, હોમિયોપેથી, મેલેરિયા સહિતના વિભાગોની સેવાઓનો લાભ લીધો હતો. તેમજ તમાકુ, આલ્કોહોલ વ્યસનમુક્તિ માર્ગદર્શન અને કેન્સર અટકાયતી જાગૃતિ વિશે લાભાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી.આ પ્રસંગે વાકાંનેર પ્રાંત અધિકારી શેરસીયા, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, તાલુકા આરોગ્ય અધિકારી કારોલીયા સહિત આરોગ્ય તેમજ અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા








Latest News