વાકાંનેર તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનો ૧૮૪૮ લાભાર્થીઓએ લાભ લીધો
મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ દ્વારા સમુહ લગ્નોત્સવ-યજ્ઞોપવિતનું આયોજન
SHARE
મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ દ્વારા સમુહ લગ્નોત્સવ-યજ્ઞોપવિતનું આયોજન
મોરબીનાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સમયાંતરે સમુહ લગ્નોત્સવ તથા સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવે છે આવી જ રીતે આગામી જૂન માહિનામાં આયોજન કરવાનું છે તેના માટે હાલમાં નામ નોંધણી શરૂ કરવાં આવેલ છે
મોરબીનાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૩૮ વર્ષથી સમુહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે અગામી તા.૧૨-૬-૨૦૨૨ ને રવિવારના રોજ સમુહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિતનું આયોજન કરેલ છે અને સમસ્ત બ્રહ્મસમાજના જે દિકરા અને દિકરીઓ સમુહ લગ્નોત્સવ તથા સમુહ યજ્ઞોપવિતમાં જોડાઇ શકશે અને તેમાં જોડાવા ઇચ્છતા હોય તેમના વાલીઓએ તા.૧૫-૫-૨૨ સુધીમાં સંસ્થાના કાર્યાલય ભવાની ચોક લખધીરવાસ મોરબી ખાતે ફોર્મ ભરી જવાનું રહેશે અને વધુ માહીતી માટે સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઇ મહેતા (૯૪૨૮૩ ૪૭૭૫૯) અથવા મહામંત્રી મધુસુદનભાઇ ઠાકર (૯૩૨૮૦ ૯૯૪૦૪) નો સંપર્ક કરવાનો રહેશે