મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રાજનગરમાં ઘરના પાણીના ટાંકામાંથી ૮૭ બોટલ દારૂ સાથે એક ઝડપાયો:એકની શોધખોળ


SHARE













મોરબીના રાજનગરમાં ઘરના પાણીના ટાંકામાંથી ૮૭ બોટલ દારૂ સાથે એક ઝડપાયો:એકની શોધખોળ

મોરબી શહેરના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગરમાં મહાદેવ મંદિરની પાસેના રહેણાક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરની અંદર પાણીના ટાંકામાંથી દારૂની ૮૭ બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂનો જથ્થો કબજે કરીને એક શખ્સની ધરપકડ કરેલ છે અને અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગરમાં મહાદેવ મંદિરની પાસેના મકાનમાં રહેતા તુલસીભાઈ હસમુખભાઈ શંખેશ્વરીયા જાતે કોળી (ઉંમર ૩૨)ના રહેણાક મકાનની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે તેના ઘરની અંદર રેડ કરી હતી ત્યારે પાણીના ટાંકા માંથી દારૂની જુદી-જુદી બ્રાન્ડની ૮૭ બોટલ મળી આવેલ હોય પોલીસે ૪૯૫૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હાલમાં તુલસીભાઈ હસમુખભાઈની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી હાર્દિક બાવાજી નામના શખ્સનું નામ સામે આવ્યું છે માટે તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

પાસા હેઠળ ધરપકડ

માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે અગાઉ અનેક વખત દારૂની રેડ કરીને પોલીસે દારૂનો જથ્થો ઝડપી પડેલ હતો અને પોલીસે બુટલેગર વિરુદ્ધ પાસા દરખાસ્ત મોકલવામાં આવી હતી જે પાસા દરખાસ્તને મંજુર કરવામાં આવેલ હતી જેથી માળીયા પોલીસે હાલમાં હરદેવસિંહ ભાવુભા  જાડેજા (૨૫) રહે. મોટા દહીસરા વાળાની ધરપકડ કરીને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે ધકેલી દીધેલ છે








Latest News